કામગીરી સરળતાથી પાર પડે તે માટે સમિતિની રચાઇ - Sandesh
  • Home
  • Baroda
  • કામગીરી સરળતાથી પાર પડે તે માટે સમિતિની રચાઇ

કામગીરી સરળતાથી પાર પડે તે માટે સમિતિની રચાઇ

 | 3:53 am IST

રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા કેન્દ્રીય રેલવે મંત્રી પણ આવશે

રાષ્ટ્રપતિની સ્ટેચ્યૂની મુલાકાત પૂર્વે ૨૨ સમિતિઓની રચના કરાઇ

ા કેવડિયાકોલોની ા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતને અનુલક્ષીને જુદા જુદા પ્રકારની કામગીરી સરળતાથી અને સુપેરે પાર પડી શકે તે માટે જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા દ્વારા પ્રાથમિક તબક્કે હાલમાં જુદી જુદી ૨૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી, રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી વિજય ગોયલ પણ આવનાર છે. ત્યારે કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ તા. ૧૫મી ડિસેમ્બરે પ્રાર્થના સભા, રેલવે સ્ટેશનના ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમોના સુચારા આયોજન સંદર્ભે કલેક્ટરે અમલીકરણ અધિકારીઓ સાતે બેઠક યોજાઇ હતી.

રાષ્ટ્રપતિના ઉક્ત કાર્યક્રમને અનુલક્ષીને જુદા જુદા પ્રકારની કામગીરી સરળતાથી અને સુપેરે પાર પડી શકે તે માટે જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા દ્વારા પ્રાથમિક તબક્કે હાલમાં જુદી જુદી જે ૨૨સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી, સભા સ્થળ વ્યવસ્થા સમિતિ, કાર્યક્રમ સ્થળ સંકલન સમિતિ, મંડપ, લોજીસ્ટીક સમિતિ, લાઇટ- સાઉન્ડ વ્યવસ્થા સમિતિ, પ્રાર્થના સભા, કાર્યક્રમ સમિતિ, જનમેદની આયોજન સમિતિ, વાહન વ્યવસ્થા સમિતિ, નિમંત્રણ પત્રિકા વિતરણ સમિતિ, આરોગ્ય સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિજિલ્લા કંટ્રોલ રૃમ વગેરે જેવી સમિતિઓનો સમાવેશ થાય છે.

;