કામરેજના નવાગામમાં ફસાયેલા પરિવારની આઇ.જી. અને ડી.એસ.પી.એ મુલાકાત લીધી - Sandesh
  • Home
  • Newspaper
  • કામરેજના નવાગામમાં ફસાયેલા પરિવારની આઇ.જી. અને ડી.એસ.પી.એ મુલાકાત લીધી

કામરેજના નવાગામમાં ફસાયેલા પરિવારની આઇ.જી. અને ડી.એસ.પી.એ મુલાકાત લીધી

 | 3:00 am IST

કીમ-ચારરસ્તા – શહેર અને જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનાં પગલે અધવચ્ચે ફસાઇ ગયેલા એમ.પી. અને હરિયાણાના ૨૯ લોકોને કામરેજ નવાગામ સ્થિત પ્રાથમિક શાળામાં તા. ૩૧-૦૩-૨૦૨૦નાં રોજથી આશરો આપવામાં આવ્યો હતો. તાલુકા પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા નાના બાળકો સાથે અટવાઇ ગયેલા તમામ લોકોને શાળામાં સુરક્ષિત રીતે મુક્યા બાદ શાળાનાં મહિલા આચાર્યા નીતાબેન પટેલ દ્વારા પરપ્રાંતીય પરિવારને પોતાનાં કુટુંબનો હિસ્સો સમજી સમયસર ભોજન, બાળકોને નાસ્તો તેમજ ચા-પાણી જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી શૈક્ષણિક સેવા સાથે માનવ સેવા ચરિતાર્થ કરી હતી. પ્રાથમિક શાળાને પોતાના આશિયાનો હોય તેમ અંદર સમાવિષ્ટ તમામ લોકો એક છત નીચે પરિવારની જેમ સુરક્ષિત માહોલમાં દિવસો ગાળી રહ્યા છે. આવા તમામ લોકોની રોજબરોજ ગામના માજી, સરપંચ પરભુભાઇ પટેલ તેમજ તલાટી દ્વારા મુલાકાત લઇ જરૂરી વ્યવસ્થા ઉપર નજર રાખી રહ્યા છે. ત્યારે લોકડાઉન દરમિયાન કામરેજમાં ફસાયેલા તમામ લોકોની ખબરઅંતર પૂછવા રેંજ આઇ.જી., જિલ્લા પોલીસવડા, ડી.વાય.એસ.પી. જાડેજા, કામરેજ પી.આઇ. વનાર સોમવારે મોડી બપોરે પ્રાથમિક શાળામાં દોડી ગયા હતા. પરપ્રાંત જવા માટે નીકળ્યા બાદ અધવચ્ચે ફસાયેલા નાના બાળકો સહિત ૨૯ લોકોની શાળામાં જરૂરી વ્યવસ્થા અંગે અધિકારી દ્વારા પૂછપરછ કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે હાજર લોકોએ પોતાનું પ્રતિદિન મેડિકલ ચેકઅપ પૂરતંુ જમવાનું તેમજ તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે પોતે ખુશ રહેવાનું ઉપરી અધિકારી સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યંુ હતંુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;