કામરેજ ચાર રસ્તાથી સુરક્ષા સેતુ રથનું પ્રસ્થાન કરાયું - Sandesh
  • Home
  • Surat
  • કામરેજ ચાર રસ્તાથી સુરક્ષા સેતુ રથનું પ્રસ્થાન કરાયું

કામરેજ ચાર રસ્તાથી સુરક્ષા સેતુ રથનું પ્રસ્થાન કરાયું

 | 8:05 pm IST

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૧ માસ સુધી રથ ફરશે

સુરત, તા. ૧૯

સુરક્ષા સેતુ રથનું દક્ષિણ ગુજરાતમાં ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામ કબીર પ્રાથમિક શાળા કામરેજ ચાર રસ્તાથી પ્રસ્થાન થયંુ હતંુ. ગૃહ વિભાગની વિવિધ લોકોપયોગી યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ રથ ફેરવવામાં આવી રહ્યો છે. આ રથ આજે કામરેજથી શરૂ થઇ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક મહિનો ફરશે, અને ગૃહ વિભાગની વિવિધ લોક ઉપયોગી યોજનાની માહિતી છેક છેવાડાના નાગરિક સુધી પહોંચાડશે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય મહેશભાઇ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત શબ્દસુમન વડે કરી આવકાર્યા હતા. પી.આઇ.પટેલે સુરક્ષા સેતુ રથ જે પાંચ જિલ્લા સુરત, વલસાડ નવસારી, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ફરનાર તેની માહિતી આપી હતી. ડી.વાય.એસ.પી. રાણાએ સુરક્ષા સેતુ રથનું મહત્ત્વ વિશે વાતો કરી હતી, અને સુરક્ષા સેતુ રથ દ્વારા પોલીસ અને પ્રજા કેવી રીતે મિત્ર બનશે તેની સમજ આપી હતી. ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી લોકોને વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે પ્રજા પણ આનો લાભ મોટી સંખ્યમાં લે તો યોજના સફળ થશે.