કાયદાકીય જોગવાઈ મુજબના ન હોવા છતાં પોલીસ જાહેરનામા ભંગના કેસ નોંધે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કાયદાકીય જોગવાઈ મુજબના ન હોવા છતાં પોલીસ જાહેરનામા ભંગના કેસ નોંધે છે

કાયદાકીય જોગવાઈ મુજબના ન હોવા છતાં પોલીસ જાહેરનામા ભંગના કેસ નોંધે છે

 | 4:58 am IST
  • Share

શહેર પોલીસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા પોલીસ જાહેરનામા ભંગના નોંધાયેલા કેસો કાયદાકીય જોગવાઈઓ મુજબ નહીં હોવાથી લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયોે છે. આમ છતાં પોલીસ દ્વારા હજુ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા પોલીસ જાહેરનામા ભંગના એક સપ્તાહમાં જ ૪૪૮થી વધુ ગુના ૫૦૦થી વધુ લોકો સામે નોંધીને કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, તા.૧૧મીને શનિવારે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં પોલીસ જાહેરનામા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ૪૦ હજારથી વધુ કેસો પરત ખેંચાયા હતા. બીજી તરફ રાજ્યના કાયદા વિભાગ દ્વારા તમામ શહેર- જિલ્લાના સરકારી વકીલોને તાકીદ કરાઇ છેકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા પોલીસ જાહેરનામા ભંગના કેસોમાં ઉપલી કોર્ટમાં અપીલ કરવાની રહેશે નહીં. 

કોરોના દરમિયાન શહેર પોલીસ દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને પોલીસ કમિશનરના જાહેરનામા ભંગના ગુના નોંધી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ મુકાઇ હતી. જેમાં કેસમાં કોર્ટે પોલીસ ચાર્જશીટ અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમનો બાધ નડતો હોવાથી આરોપીને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપી સામે ચાર્જશીટ થયા બાદ અદાલત દ્વારા કોઈ સમન્સ કાઢવાનો આદેશ કર્યો નથી. ચાર્જશીટ બાદ ફોજદારી કેસ રજિસ્ટર નોંધવાનો અને સંજ્ઞાાન લેવા માટે સાંભળવા ઉપર છે. પોલીસ એજન્સી દ્વારા સક્ષમ સત્તાધિકારના જાહેરનામાના ભંગ બદલ હાલનું ચાર્જશીટ રજૂ કર્યું છે. ફરિયાદી પોલીસ અધિકારી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કે તેના કોઈ વહીવટી તાબાના અધિકારી દ્વારા કોર્ટમાં કોઈ ફરિયાદ કરી નથી. જેથી કેસો પરત ખેંચાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન