કાયમી કરવાની દરખાસ્તમાં ખૂંટતી પૂર્તતા કરવા યુનિર્વિસટીની તૈયારી - Sandesh
  • Home
  • Bhavnagar
  • કાયમી કરવાની દરખાસ્તમાં ખૂંટતી પૂર્તતા કરવા યુનિર્વિસટીની તૈયારી

કાયમી કરવાની દરખાસ્તમાં ખૂંટતી પૂર્તતા કરવા યુનિર્વિસટીની તૈયારી

 | 1:39 am IST

ા ભાવનગર ા

ભાવનગર યુનિ.ના તત્કાલિન સત્તાધીશોએ ૩૪ હંગામી કર્મચારીઓને યુનિ.ની કાયમી ૧૦૮ જગ્યામાં સમાવવાની ઉચ્ચ શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી હતી.આ દરખાસ્તને ઉચ્ચ શિક્ષણ વિભાગે ફગાવી દિધી હતી.દરમિયાન ભાવનગર યુનિ.ના સત્તાધીશોએ ૩૪ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્તમાં રહેલી ત્રુટીઓને દૂર કરીને પૂર્તતા કરવાની તૈયારીઓ બતાવી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું.ત્રુટીઓની પૂર્તતા કરીને નવી દરખાસ્ત કરવાના સંકેતો સાંપડી રહ્યા છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, નેકના આગમન પહેલા આંદોલનનો વાવટો સંકેલવા અને સારૃ દેખાડવાના ભાગરૃપે યુનિ.ના તત્કાલિન સત્તાધીશોએ ૩૪ હંગામી કર્મચારીઓને માંગણીને ધ્યાનમાં લઈને યુનિ.એ કાયમી ૧૦૮ વહીવટી જગ્યામાં હંગામી કર્મચારીઓને સમાવવા માટેની દરખાસ્ત ઉચ્ચ શિક્ષણ વિભાગને કરાઈ હતી. અલબત્ત લાંબા સમય બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે હંગામી કર્મચારીઓને કાયમી જગ્યામાં સમાવેશ કરવાની દરખાસ્તને નામંજૂર કરીને ફગાવી દિધી હતી.જોકે બાદમાં યુનિ.એ દરખાસ્ત સંદર્ભે ખુટતી ત્રુટીઓની પૂર્તતા માટે યુનિર્વિસટીની વિવિધ કોલેજોમાંથી માહિતી મેળવીને ફરીથી દરખાસ્ત કરવાની તૈયારીઓ બતાવી હોવાનુ યુનિ.ના સૂત્રોએ એક વાતચિતમાં જણાવ્યુ હતું.

તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશેઃ કા.કુ.વાઘાણી

આ અંગે યુનિ.ના કાર્યકારી કુલપતિ ( કા.કુ.) ડો. ગિરીશભાઈ વાઘાણીએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઉચ્ચ શિક્ષણ વિભાગની દરખાસ્ત અંગે તપાસ કરીને યુનિ.ના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

;