કારની માલિકીનો વિવાદ અદાલત સુધી પહોંચ્યો - Sandesh
  • Home
  • Rajkot
  • કારની માલિકીનો વિવાદ અદાલત સુધી પહોંચ્યો

કારની માલિકીનો વિવાદ અદાલત સુધી પહોંચ્યો

 | 1:20 am IST

  • CPને લેખિત રજૂઆત, આરોપી વિદેશ નાસી જાય તેવી ભીતિ દર્શાવી 

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર સાગર મોટર્સ નામે વ્યવસાય ધરાવતાં લોહાણા વેપારી બીપીન જગજીવન રૃઘાણીએ બે કિંમતી કારના માલિકીના વિવાદમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ પણ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજુઆત કરી છે. લેખિત ફરિયાદમાં વર્ણવેલી વિગતો મુજબ બીપીન રૃઘાણીએ અનિરૃધ્ધ મશરૃ નામના વ્યક્તિ પાસેથી જી જે ૩ એફ ડી ૫૯૨ અને જી જે ૩ એફ ડી ૯૦૭ નંબરની બે કિંમત કાર ખરીદ કરી ૧૪ લાખ રૃપીયા ચેકથી ચુકવી બંને કારની અસલી આર.સી.બુક તેમજ સહિ સાથે ટી.ટી.ઓ ફોર્મ અને નોટરાઈઝ લખાણ પણ મશરૃ પાસેથી મેળવી લીધું હતું. કાર કબજે લે એ પહેલાં અનિરૃધ્ધ મશરૃએ દોઢ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. બંને કાર પોલીસે કબજે લીધી હતી. જે કાર અનિરૃધ્ધની પત્ની કૃપાએ નકલી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરીને કાર પોતાના નામે ચઢાવવાની પેરવી કરી હતી.
જે તે સમયે બી ડિવીઝન પોલીસ સમક્ષ આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ આપી હોવા છતાં ગુનો નોંધાયો નહીં અંતે હાઈકોર્ટમાં ધા નખાઈ હતી. કોર્ટના હુકમ બાદ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કે સબંધિત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાની સી.પી.સમક્ષ લેખિત રજુઆત કરી જેની સાામે આરોપ દર્શાવાયો છે એ કૃપા વિદેશ નાસી જશેની પણ ભીતિ વ્યકત કરી સત્વરે પગલા લેવા માગણી કરાઈ છે.