કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર સૈકાઓ જૂનું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર સૈકાઓ જૂનું

કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર સૈકાઓ જૂનું

 | 3:04 am IST

રાજવી પરિવારે બહુચર માતાજીનાં દર્શન કર્યા

ા વડોદરા ા

કારેલીબાગ ખાતેના સૈકાઓ જુના બહુચરમાતાના મંદિરના કમાડ ભક્તોની ભીડ ના થાય એ માટે આઠમથી દશેરા સુધી બંધ છે. અલબત્ત, નિત્ય સેવાપૂજાઅર્ચનનો દોર જારી રાખવામાં આવ્યો છે. બુધવારે આઠમે સવારે રાજવી પરિવાર માતાજીના દર્શનાર્થે આવ્યો હતો

કોરોના કહેરને કારણે ગત વર્ષે મંદિરના કમાડ બંધ રખાયા હતા. પરંતુ આ વર્ષે સરકારના નીતિ-નિયમોને આધિન માસ્ક પહેરી-સેનેટાઇઝ કરી ભક્તોે માતાજીના દર્શન સવારે ૬.૩૦ કલાકથી રાતના ૯ કલાક દરમિયાન કરી શકતા હતા. દર વર્ષે આસો સુદ આઠમના હવનમાં લાખો ભક્તો ઉમટતા રહે છે. આ વર્ષે પણ વિપરિત પરિસ્થિતીમાં ભીડ એકત્રિત ન થાય એ માટે આઠમથી દશેરા સુધી માતાજીના મંદિરના કમાડ બંધ રાખવામાં આવ્યા છે. મહાઅષ્ટમીના મહાપર્વે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ બહુચરમાતાજીના દર્શનાર્થે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સન ૨૦૧૬ના અરસામાં મંદિરનો ભાગ જમીનદોસ્ત થયા બાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધોલપુરી પથ્થરોથી મંદિરનો જિર્ણોધ્ધાર કરાયો હોઇ મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે બહુચરમાતાજીના મંદિરના પ્રાંગણમાં ફરી જિર્ણોધ્ધારની કામગીરી નિહાળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;