કારોબારી ચેરમેન તરીકે અપેક્ષિત ચેતન ગોળવાલા નિમાયા - Sandesh
  • Home
  • Baroda
  • કારોબારી ચેરમેન તરીકે અપેક્ષિત ચેતન ગોળવાલા નિમાયા

કારોબારી ચેરમેન તરીકે અપેક્ષિત ચેતન ગોળવાલા નિમાયા

 | 3:38 am IST

અંકલેશ્વર પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી

માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન રીપીટ કરાયા

। અંકલેશ્વર ।

અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન તથા સભ્યોની વરણી પ્રક્રિયા તા. ૧૨મીના રોજ સંપન્ન થઇ હતી.

અંકલેશ્વર પાલિકામાં બુધવારના રોજ મળેલી વિશેષ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી પ્રક્રિયાનો એજન્ડા શરૃ થાય એ પુર્વે વિપક્ષ દ્વારા મુકાયેલી દરખાસ્તનો વિવાદ છેડાયો હતો. સપ્લીમેન્ટરી એજન્ડા બદલ વિપક્ષે સત્તાપક્ષ સામે બાંયો ચઢાવી હતી.

જો કે ક્ષણિક વિવાદ અને સામસામા આક્ષેપો બાદ બોર્ડ મીટીંગ શરૃ થઇ હતી. અધ્યક્ષ દક્ષાબેન શાહે સ્વ. વડાપ્રધાન અટલબિહારી વાજપાઇને શ્રધ્ધાંજલિ પ્રસ્તાવ મુક્યો હતો. ત્યાર બાદ બે મીનીટનું મૌન પાળી આગળની કાર્યવાહી શરૃ કરાઇ હતી. જેમાં સત્તાપક્ષના નેતા તરીકે જનક શાહને યથાવત રખાયા હતા. તેમણે કારોબારી ચેરમેન તરીકે ચેતન ગોળવાલાના નામની જાહેરાત કરી હતી.

લાઇટ કમીટીના ચેરમેન તરીકે પ્રદિપ પટેલ, વાહન કમીટીના ચેરમેન તરીકે બેચર વસાવા, ડિસ્પેન્સરી કમીટીના ચેરમેન તરીકે શિલ્પા સુરતીની વરણી કરાઇ હતી.

વોટર વર્કસના ચેરમેન તરીકે કલ્પેશ તેલવાલા, બાગ સમિતિમાં કમળાબેન પટેલ, ડ્રેનેજ કમીટીના ચેરમેન તરીકે કલ્પના મેરાઇને નિમવામાં આવ્યા છે. જ્યારે કે માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધર્મેશ મકવાણાને રીપીટ કરાયા હતા.

એપીએમસીના સભ્યની જવાબદારી દક્ષાબેન સુરતીની નિમણુંક કરાઇ હતી. કમીટી ચેરમેનોની વરણી બાદ બોર્ડ મીટીંગ પુર્ણ થઇ હતી. સૌએ નવા ચુંટાયેલા સભ્યોને વધાવી લીધા હતા.

;