કાલથી હઝરત પીર મહંમદશાબાપુ વાડી વાળાનો ચાર દિવસિય ઉર્ષ શરીફ ઉજવાશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • કાલથી હઝરત પીર મહંમદશાબાપુ વાડી વાળાનો ચાર દિવસિય ઉર્ષ શરીફ ઉજવાશે

કાલથી હઝરત પીર મહંમદશાબાપુ વાડી વાળાનો ચાર દિવસિય ઉર્ષ શરીફ ઉજવાશે

 | 10:37 pm IST

ભાવનગર, તા.૨૦

ભાવનગર શહેરનાં ચાવડીગેટ વિસ્તારમાં આવેલહઝરત રોશન ઝમીર પીર મહંમદશાબાપુ વાડીવાળાનો ચાર દિવસીય ઉર્ષ શરીર શાનદાર ઉજવાશે.

આ ઉર્ષ પ્રસંગે તા.૨૨-૭ને શુક્રવારનાં ઈશાની નમાઝ બાદ દરગાહ શરીફમાં મીલાદ શરીફ, તા.૨૩-૭ને શનિવારે ઈશાની નમાઝ બાદ રાજકોટના ન્યાતખાં શકીલબાપુ કાદરી તથા સર્વે ગ્રુપ પોતાની જોશીલી જબાનમાં એક અઝીમુશ્શાન ન્યાતો બયાનનો પ્રોગ્રામ પેશ કરશે.

જ્યારે તા.૨૪-૭ને રવિવારે રાત્રે મગરીબની નમાઝ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફનું ઝુલુસ નીકળશે. આ ઝુલુસ શહેરના ચાવડીગેટ, વડવાનેરા, બાપેસરા કુવા, દરબારી કોઠાર, શેલાશાપીરની દરગાહ, સંધેડીયા બજાર, અલકા રોડ થઈ દરગાહ શરીફમાં પરત ફરશે. ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલની વિધી કરાશે અને સામુહિક દુઆઓ કરાશે. સંદલ બાદ તમામ બિરાદરોને ન્યાઝ (પ્રસાદી) આપવામાં આવશે. બહેનો માટે તા.૨૫-૭ને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૦૦ કલાક દરમ્યાન ઉર્ષ મેળો ભરાશે. આ ઉર્ષ શરીફમાં તમામ કાર્યક્રમોમાં તમામ બિરાદરોએ હાજરી આપી સવાબે દૌરેન હાસિલ કરવા દરગાહ શરીફના ટ્રસ્ટીઓએ અનુરોધ કરેલ છે.