કાલાવડમાં ઉપવાસી કોંગ્રેસી અગ્રણીની તબીયત લથડી - Sandesh
  • Home
  • Jamnagar
  • કાલાવડમાં ઉપવાસી કોંગ્રેસી અગ્રણીની તબીયત લથડી

કાલાવડમાં ઉપવાસી કોંગ્રેસી અગ્રણીની તબીયત લથડી

 | 6:23 am IST

  • ખેડુતોના પ્રશ્ને રજુઆત કરવા ગયેલા ધારાસભ્ય સહિત ઉપવાસમાં જોડાયા
  • જામનગરઃ જામનગર જીલ્લામાં કાલાવડ તાલુકાના ખેડુતોનો પ્રશ્ન લઈને ગયેલા કોંગ્રેસી ધારાસભ્યો અને અગ્રણીઓને મહિલા મામલતદાર સાથે રજુઆત વેળાએ તા.ર૦મીના રોજ મતભેદ સર્જાયા બાદ બનાવ પછીથી આજે પણ મામલતદાર કચેરી બહાર ઉપવાસ પર બેઠેલા અગ્રણીઓ પૈકીના એકની તબીયત લથડતાં ડોક્ટરને બોલાવવા તજવીજ હાથ ધરાઈ હતી.
    તા.ર૦ના રોજ કાલાવડ મામલતદાર કચેરી ખાતે ખેડુતોના પાક વિમાના પ્રશ્ને રજુઆત કરવા જીલ્લા કોંગી પ્રમુખ જે.ટી.પટેલ,કાલાવડના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા,કાલાવડ તાલુકા કોંગી પ્રમુખ રૂદ્રસિંહ જાડેજા વગેરેએ મહિલા મામલતદારને મળીને આવેદન પત્ર આપવા પહોંચ્યા બાદ મહિલા મામલતદારે અમુક જ લોકોને ચેમ્બરમાં પ્રવેશવા તાકીદ કરતાં કોંગ્રેસી અગ્રણીઓએ તમામ ખેડુતો દેખતાં રજુઆત કરવા આગ્રહ રાખીને મહિલા મામલતદારને ચેમ્બર બહાર આવેદનપત્ર સ્વીકારવા વિનંતી કરવામાં આવી હતી.જે તેઓએ માન્ય નહીં રાખતાં કોંગ્રેસી ધારાસભ્ય અને અગ્રણીઓએ સ્થળ પર જ ઉપવાસ આંદોલન શરુ કરી દીધું હતું તેથી આજે જીલ્લાના મહામંત્રી કે.પી.બથવાર સહિતના કોંગ્રેસી અગ્રણીઓ પણ ઉપવાસમાં જોડાયા હતાં.ઉપવાસી છાવણીમાંથી અગ્રણીઓએ જણાવ્યું હતું કે,ર૪ કલાકથી ઉપવાસ પર બેઠેલા કાલાવડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રૂદ્રસિંહ જાડેજાની તબીયત લથડતાં ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તંત્રને પણ તેની જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસના આ અચાનકના ઉપવાસ આંદોલનથી વહિવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.તંત્રએ પોલીસનો બંદોબસ્ત પણ મુકાવ્યો છે.કોંગી અગ્રણીઓએ જણાવ્યું હતું કે,ખેડુતોના પ્રશ્નને વાચા આપવા યોજાયેલા આ કાર્યક્રમનો સુખદ અંત આવે તે જરુરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન