કાલીબેલ પિંપરી મુખ્ય માર્ગ પરથી સાગી લાકડાં ભરેલો ટેમ્પો પકડાયો - Sandesh
  • Home
  • Newspaper
  • કાલીબેલ પિંપરી મુખ્ય માર્ગ પરથી સાગી લાકડાં ભરેલો ટેમ્પો પકડાયો

કાલીબેલ પિંપરી મુખ્ય માર્ગ પરથી સાગી લાકડાં ભરેલો ટેમ્પો પકડાયો

 | 3:00 am IST

  • લાકડા, ટેમ્પો મળી ૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે

વાંસદા-ડાંગ – કાલીબેલ પિંપરી મુખ્ય માર્ગ પર આવેલા ઢુઢુનિયા ગામ પાસેથી ગેરકાયદે લઇ જવાતો સાગી લાકડા ભરેલો છોટા હાથી ટેમ્પો ઝડપી પાડી ૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કાલીબેલ પિંપરી મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી ઉત્તર ડાંગ વન વિભાગના ડી.એફ.ઓ.ને મળી હતી. બાતમીને આધારે કાલીબેલ વન વિભાગના આરએફઓ મોદી અને વનકર્મીઓની ટીમોએ કાલીબેલ પીપરી મુખ્ય માર્ગ પર નાઇટ પેટ્રોલિંગ આરંભ્યું હતું. તે દરમિયાન મધરાતીના બે વાગ્યેના સુમારે કાલીબેલ પિંપરી માર્ગ પરથી એક શંકાસ્પદ છોટા હાથી ટેમ્પો (નં જીજે-૦૭ વીડબલ્યુ-૯૩૪૨) પસાર થતો દેખાતા વનકર્મીઓએ ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ ટેમ્પો ચાલકે વનકર્મીઓને જોઇ સાગી લાકડા ભરેલો ટેમ્પો પૂરઝડપે હંકારી લઇ જતા શંકાસ્પદ લાગેલા છોટા હાથી ટેમ્પાનો કાલીબેલ વન કર્મીઓએ પીછો કર્યો હતો. ગેરકાયદે સાગી લાકડા ભરેલો ટેમ્પો ચાલકો પકડાઇ જવાના ડરથી ટેમ્પો ઢુઢુનિયા નજીક રસ્તા પર જ મુકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. વન વિભાગની ટીમે છોટા હાથી ટેમ્પાની તલાસી લેતા ટેમ્પાની અંદરથી ગેરકાયદે નંગ ૧.૬૪૨ ઘન મીટર સાગી ચોરસા મળી આવ્યા હતા.

;