કાલે અબુધાબીમાં સ્વામિ. મંદિરનું પીએમની ઉપસ્થિતિમાં ભૂમીપૂજન – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • કાલે અબુધાબીમાં સ્વામિ. મંદિરનું પીએમની ઉપસ્થિતિમાં ભૂમીપૂજન

કાલે અબુધાબીમાં સ્વામિ. મંદિરનું પીએમની ઉપસ્થિતિમાં ભૂમીપૂજન

 | 1:27 am IST

ભાવનગર, તા.૯

આરબ રાષ્ટ્ર અબુધાબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રચાઈ રહેલું હિન્દુ મંદિર, શ્રદ્ધા સાથે મૈત્રીનું પ્રતીક બનશે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાઈ રહેલું આ મંદિર અબુધાબી ખાતે તા.૧૧-રને રવિવારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે લોન્ચ કરવામાં આવશે. હિન્દુ મંદિરના વિધિવત્ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. આ મંદિરનાં નિર્માણનું સૂત્ર સંભાળી રહેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસે અબુધાબીથી જણાવ્યું હતું કે ‘યુનાઈટેડ આરબ અમીરાત (યુ.એ.ઈ.)ની મુખ્ય રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુધાબી ખાતે આપવામાં આવેલ જમીન પર હિન્દુ મંદિરના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે. એ ઘટના સાંસ્કૃતિક અને આધ્યત્મિક મૂલ્યોની વૈશ્વિક સંવાદિતાનો એક મજબૂત અને સંગીન સંદેશ બની રહી છે. ખાસ કરીને એકવીસમી શતાબ્દીમાં વિશ્વ જ્યારે સ્વાર્થી કારણોને લીધે ટુકડા ટુકડામાં ખંડિત થઈ રહ્યું છે, ત્યારે આવું ઉદાત્ત પગલું અનેકતામાં એકતાની આશાને ઉજ્જવળ બનાવે છે. યુ.એ.ઈ.ના સ્થાપકોના એકતા અને સહિષ્ણુતાના આદર્શોને સંગીન બનાવે છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા બંને દેશના લોકોની સંવાદિતા માટેની કટિબદ્ધતા બદલ આભાર વ્યક્ત કરાયો હતો.

;