કાલે ઈકો ફ્રેન્ડલી ગણેશજીના સર્જન માટે વર્કશોપ યોજાશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • કાલે ઈકો ફ્રેન્ડલી ગણેશજીના સર્જન માટે વર્કશોપ યોજાશે

કાલે ઈકો ફ્રેન્ડલી ગણેશજીના સર્જન માટે વર્કશોપ યોજાશે

 | 2:06 am IST

ા ભાવનગર ા

ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી તા. ૧૩ સપ્ટેમ્બરથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રતિ વર્ષ ગણેશોત્સવનું મહત્વ વધતું જઈ રહ્યું છે અને સાથે સાથે પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.)ના બદલે માટીના ગણપતિના ર્મૂિત સર્જન તરફ ઝૂકાવ વધતો જઈ રહ્યો છે.

ભાવનગરના તખ્તેશ્વર વિસ્તારમાં રહેતા તથા દક્ષિણાર્મૂિત સંસ્થામાં ડ્રોઈંગ ટીચર તરીકે ફરજ બજાવતા અને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં સ્કલ્પચરનો અભ્યાસ કરનાર જયદીપભાઈ ઉર્ફે જય બારડે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં પ્રથમ વાર પોતાના નિવાસસ્થાને ગણેશોત્સવની ઉજવણી માટે ગણેશજીની માટીની પ્રતિમા લેવા માટે બજારમાં ગયા હતા પરંતુ માટીની પ્રતિમા મળી નહોતી. હવે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.)ની ર્મૂિત પર્યાવરણ માટે અનુકૂળ નથી. કારણ કે, તેનું જળમાં વિધિપૂર્વક વિસર્જન થયા પછી પણ પી.ઓ.પી. વોટર સોલ્યુબલ નહીં હોવાથી વાસ્તવમાં વિસર્જન થતું નથી. હવે નદી, તળાવ, સમુદ્રના નાના મોટા જીવોની રક્ષા પર્યાવરણની રક્ષા એ પણ પ્રભુ સેવા જ છે. આ હેતુને લઈને માટીના ગણેશજીની પ્રતિમાનું સર્જન કર્યું હતું તે સ્થાપિત કરી ભાવભક્તિપૂર્વક ગણેશોત્સવ ઉજવ્યો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીના કલા કેન્દ્રમાંથી ડિપ્લોમા ઈન પેઈન્ટીંગની ડિગ્રી પ્રાપ્ત કરનાર તથા વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન ગુજરાત ટેકનોલોજી યુનિર્વિસટી સંલગ્ન સીદસર સ્થિત એસ.એસ. એન્જિનીયરીંગ કોલેજમાં ઈજનેરીના અભ્યાસ દરમિયાન પેઈન્ટીંગમાં વેસ્ટઝોન અને નેશનલ લેવલ પર પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર જય બારડે લોકોને ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે પ્રેરવા વર્ષ ૨૦૧૭માં ભાવનગરની કે.આર.દોશી કોલેજમાં માટીના ભગવાન વિનાયક વિઘ્નરાજેન્દ્રની પ્રતિમાના સર્જનનો વર્કશોપ કર્યો હતો. જ્યારે આ વર્ષે તા.૯-૯ને રવિવારે બપોરે ૪ વાગ્યાથી ધ હોબી સેન્ટર અને નેસ્ટ એક્ટિવિટી સેન્ટર દ્વારા ભાવનગરના સર પટ્ટણી રોડ, એચ.સી.જી. હોસ્પિટલ સામે પ્લોટ નં.૧૧૮૨-બી-સી ખાતે વર્કશોપનું આયોજન કર્યું છે.

;