કાલોલના કાતોલમાં નવચંડી મહાયજ્ઞ અને ૨૧૧ દીવડાની મહાઆરતી યોજાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કાલોલના કાતોલમાં નવચંડી મહાયજ્ઞ અને ૨૧૧ દીવડાની મહાઆરતી યોજાઈ

કાલોલના કાતોલમાં નવચંડી મહાયજ્ઞ અને ૨૧૧ દીવડાની મહાઆરતી યોજાઈ

 | 3:21 am IST

ા કાલોલ ા

કાતોલ ગામના રાજપુત યુવાનો દ્રારા દર વર્ષે નવરાત્રી ના પર્વમાં પરંપરાગત રીતે મહાઅષ્ટમી ના પવિત્ર દિવસે નવચંડી યજ્ઞ તેમજ મહાઆરતી કરવામાં આવે છે. તેમજ આ વર્ષે પણ આઠમના દિવસે નવચંડી મહાયજ્ઞ તેમજ ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. તેમાં કાતોલ ગામના દરેક રાજપુત પરિવારો એ સાથે મળીને માતાજી ની આરાધના સ્વરૂપે પ્રટાંગણ માં ફ્ૂલોથી રંગોળી પુરી ને ૨૧૧ દિવડા ની ભવ્ય મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાતોલ ગામના રાજપુત પરિવારો તથા મોટી સંખ્યામાં ગામજનો એ ભાગ લીધો હતો.આ મહાઆરતી માં એ.પી.એમ.સી ના ચેરમેન ગીરવતસિંહજી પરમાર તથા સામાજિક અગ્રણીઓ તથા કાતોલ ગામના માઈભક્તોઓ એ હાજર રહી ને મહાઆરતી માં ભાગ લીધોહતો.

જાંબુઘોડાના ગરબી ચોકે જનતા ગરબા જોવા ઊમટી

જાંબુઘોડા ઃ બુધવારે નવરાત્રી ની આઠમના નોરતે જાંબુઘોડામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ગરબાની રમઝટ પણ સુરના તાલે તાલે જામી હતી. અને હજારોની સંખ્યામાં ગ્રામીણ પ્રજા માતાજીના ચોક માં ગરબા રમવા જોવા માટે ઉમટી પડયા હતા.  દાતાઓ દ્વારા ગરબા રમતા ખાલૈયા ઓ ને અવનવી લ્હાણીની પણ વ્યવસ્થા કરાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;