કાલોલના સુપર માર્કેટમાં ખરીદી કરીને  ફ્રાર બન્ને ગઠિયા ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કાલોલના સુપર માર્કેટમાં ખરીદી કરીને  ફ્રાર બન્ને ગઠિયા ઝડપાયા

કાલોલના સુપર માર્કેટમાં ખરીદી કરીને  ફ્રાર બન્ને ગઠિયા ઝડપાયા

 | 2:30 am IST

નંબર વિનાની કારમાં સામાન લઈ ભાગી જતાં ફરિયાદ થઈ હતી

નડિયાદ પોલીસે બન્નેને ઝડપી પાડી કાલોલ પોલીસને હવાલે કર્યા

ા કાલોલ ા

કાલોલ આધાર સુપર માર્કેટ ખાતે ગત તા.૨૧ના રોજ નંબર વગરની કારમાં આવેલા બે ઈસમોએ આધાર સુપર માર્કેટમાં આવી કેશીયર દ્વારા મેનેજરને ફેન કરાવી પોતે ડિલાઇટ પેટ્રોલ પંપથી આવ્યો છે થોડો સામાન લેવાનો છે તેવી ઔપચારિક વાત કરી બન્ને શખ્સોએ રૂ.૨૫ હજારની ચીજવસ્તુઓની ખરીદી કરીને બિલની રકમ મેનેજરના એકાઉન્ટમાં જમા કરાવી દઉં છું તેવું કહીને બંને ઈસમો તેમની નંબર વિનાની કારમાં માલ સામાન લઈ પાછલા દશ બાર દિવસોથી ફ્રાર થઈ ગયા હતાં

જે બનાવ અંગે કાલોલ પોલીસ મથકે ફ્રિયાદ નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. કાલોલ ના આધાર મોલના સીસીટીવી ફ્ૂટેજના આધારે બન્ને ઈસમોના સી.સી ટીવી ફ્ૂટેજ કાલોલ પોલીસ દ્વારા ગુજરાત પોલીસ ગ્રુપમાં ફેરવર્ડ કર્યા બાદ ગણતરીના કલાકોમાં નડીઆદ ટાઉન પોલીસે બન્ને ઈસમોને ઝડપી પાડી કાલોલ પોલીસને હવાલે કર્યો હતાં. કાલોલ પોલીસે () ચિંતનકુમાર ઉફ્ર્ે દેવરાજ વસંતભાઈ ગઢવી (.૨૪) અને () રવિકુમાર ઉફ્ર્ે પિન્ટુ મનુભાઈ ગઢવી (., ૩૩બન્ને રહે. રામોદકી બાપુની વાડી, તા. પેટલાદ)ની અટકાયત કરી વધુ પુછપરછ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;