કાલોલના સુપર માર્કેટમાં ગઠિયા ખરીદી કરી ફરાર   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કાલોલના સુપર માર્કેટમાં ગઠિયા ખરીદી કરી ફરાર  

કાલોલના સુપર માર્કેટમાં ગઠિયા ખરીદી કરી ફરાર  

 | 3:17 am IST

બે ગઠિયાએ કેશિયર અને મેનેજરને છેતર્યા

ા કાલોલ ા

કાલોલના આધાર સુપર માર્કેટ ખાતે ગત મહિને કાર લઈને ખરીદી કરવા આવેલા બે ગઠિયાઓએ રૂ.૨૫ હજારની માલસામાનની ખરીદી કરી છેતરપિંડી કરી ગયા હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

કાલોલ પોલીસ સ્ટેશનમાં કેશિયર જયરાજ પરમારે દાખલ કરેલી ફ્રિયાદની વિગતો મુજબ ગત ૨૧ના રોજ નંબર વગરની કારમાં આવેલા બે ઈસમોએ આધાર સુપર માર્કેટમાં આવી મેનેજર કોણ છે તેવી પૂછપરછ કરી હતી. જો કે મેનેજર રજા પર હોવાનું જાણી કેશીયર દ્વારા મેનેજરને ફેન કરાવી પોતે ડિલાઇટ પેટ્રોલ પંપથી આવ્યો છે અને પપ્પાએ અમને મોકલ્યો છે તો થોડો સામાન લેવાનો છે તેવી ઔપચારિક વાત કરી બન્ને શખ્સોએ આધાર માર્કેટમાંથી કુલ રૂ.૨૫,૫૬૩ની ખરીદી કરી હતી. જે બિલ અંગે બંને ઈસમોએ મેનેજરનો એકાઉન્ટ નંબર મેળવી બિલની રકમ તેમના એકાઉન્ટમાં જમા કરાવી દઉં છું તેવું કહીને બંને ઈસમો તેમની નંબર વિનાની કારમાં માલ સામાન લઈ જતા હતા. પરંતુ બંનેએ કરેલા વાયદા મુજબ મેનેજરના એકાઉન્ટમાં કોઈ રકમ જમા નહીં થતા છેવટે મેનેજરે તેમને આપેલા મોબાઇલ નંબર પર ફેન કરતા એ નંબર સ્વીચ ઓફ્ આવતો હતો. આમ પાછલા દશ બાર દિવસોથી બંધ બતાવતા મોબાઇલ નંબરને આધારે પોતે છેતરાયા હોવાનું જાણતા અંતે આધાર સુપર માર્કેટના કેશીયર દ્વારા કાલોલ પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કરી ગયેલા અજાણ્યા એવા બંને ઈસમો સામે ગુનો નોંધી તપાસ બાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;