કાલોલમાં ખાનગી વાહનો પર તવાઇ - Sandesh
  • Home
  • Baroda
  • કાલોલમાં ખાનગી વાહનો પર તવાઇ

કાલોલમાં ખાનગી વાહનો પર તવાઇ

 | 2:03 am IST

ા કાલોલ ા

કાલોલમાં ઓવર લોડ પેસેન્જર લઇ જતાં વાહન ઉપર જિલ્લા એસ.ટી. વિભાગ અને ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો. કાલોલ બસ સ્ટેન્ડ નજીક તેમજ આસપાસના ગામડાઓમાં વાહનોમાં વધારે પેસેન્જરો ભરી વહન કરતાં હોય છે આરટીઓ નિયમના ભંગ કરી વાહન ચાલકો ખીચોખીચ મુસાફરોને ભરી જતા હોય છે બેફામ બનેલા વાહન ચાલકો પર પોલીસની કોઈ અસર દેખાતી નથી જેથી આવા વાહન ચાલકો સામે જિલ્લા એસ. ટી. વિભાગના તેમજ કાલોલ ટ્રાફિક પોલીસે સપાટો બોલાવી સાત છકડાઓ, ૩ મારુતીવાન, તેમજ એક સીએનજી રીક્ષા ડિટેઇન કરી કાલોલ પોલીસ મથકે મુકી દીધા હતા.

;