કાલોલમાં વીજળીના કડાકાથી મંદિરના ટેરેસ પરની મૂર્તિ તૂટી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કાલોલમાં વીજળીના કડાકાથી મંદિરના ટેરેસ પરની મૂર્તિ તૂટી

કાલોલમાં વીજળીના કડાકાથી મંદિરના ટેરેસ પરની મૂર્તિ તૂટી

 | 2:30 am IST

મંગળવારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો

મુર્તિ તૂટી  પડવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

। કાલોલ ।

કાલોલ શહેરમાં મંગળવાર સાંજે વરસાદ સાથે વીજળીના કડાકાના કારમે રામજી મંદિરના ટેરેસ પરની એક મૂર્તિ તુટી જતાં ચકચાર મચી ગઈ હતી.

કાલોલ શહેરમાં મંગળવારે સાંજે ૪ વાગે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. એ સમયે વીજળીનો  મોટા કડાકો થતાં અડધા શહેરનો વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો.  જોકે એ સમયે વીજળીનો કડાકો ક્યાં પડયો હશે એ વિશે  નગરજનો અજ્ઞાત હતા. થોડા સમયમાં રામજી મંદિર બિલ્ડીંગના ઘાબાના ટેરેસના ભાગે  રાખવામાં આવેલા ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણની એમ ત્રણ  મુર્તિઓ પૈકીની લક્ષ્મણની મુર્તિ કડાકાના સમયે ટેરેસ પરથી  ઉખડીને નીચે ચોકમાં તુટી પડતા મુર્તિ ખંડીત થઈ જવા પામી  હતી. ઘટના સમયે રામજી મંદિરના પુજારીએ વીજળીના કડાકા સાથે એ  મૂર્તિ ચોકમાં તુટી પડેલી જોઈને ખંડિત થયેલી મુર્તિને  મંદીરમાં ઉચિત સ્થાને રાખી મંદીરના ટ્રસ્ટીઓને સમગ્ર ઘટના  અંગે જાણ કરી હતી. જોકે એ વીજળીના કડાકા સાથે લક્ષ્મણની મુર્તિ  સિવાય મંદિરની છત અને આસપાસમાં અન્ય કોઈ નુકસાન જોવા  મળ્યું નહોતું. આમ એક વીજળીના કડાકા સાથે મુર્તિ તુટી  પડવાની ઘટના સાંજે નગરના સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા  કૌતુકવશ લોકો પણ રામજી મંદિરે દોડી આવ્યા હતા. જે ઘટના  અંગે નગરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા જયારે અમુક લોકો  દ્વારા મંદીરના ટેરેસ પરની મુર્તિ ખંડિત થવાના કારણે ભવિષ્યમાં  કોઈ અમંગળ ધટનાની શક્યતાઓની વાતો લોકચર્ચાનો વિષય  બની ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;