કાલોલ પોસ્ટ ઓફિસ ખાતે નેટ કનેક્ટિવિટીનો અભાવ - Sandesh
  • Home
  • Newspaper
  • કાલોલ પોસ્ટ ઓફિસ ખાતે નેટ કનેક્ટિવિટીનો અભાવ

કાલોલ પોસ્ટ ઓફિસ ખાતે નેટ કનેક્ટિવિટીનો અભાવ

 | 2:45 am IST

સિ. સિટીઝનો, વિધવા બહેનોને મુશ્કેલી

રાબેતા મુજબ સેવા ચાલુ થાય તેવી લોકમાગ

। કાલોલ ।

કાલોલ માં આવેલ પોસ્ટ ઓફીસ માં ગત ગુરુવારે ઈન્ટરનેટ ની કનેક્ટિવિટી ખોરવાઈ હતી ત્યારથી આજ દિન સુધી ઈન્ટરનેટ કનેક્શન ચાલુ ન હોવાથી લેવડદેવડ સદંતર બંધ છે. પોસ્ટ બચત બેંક ના નામ થી સમગ્ર પોસ્ટની સેવાઓને કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવી છે. ત્યારે સૌથી વધારે પરેશાની સિનિયર સિટીઝનો, વિધવા બહેનો,વૃધો અને માસિક આવક પર નભનારા લોકોને ભોગવવી પડે છે. ઈન્ટરનેટના અભાવે સમગ્ર પોસ્ટ મૃતપાય બની ગઇ છે. આસપાસના ગામડામાંથી અસંખ્ય લોકો કાલોલ પોસ્ટ ઓફીસમાં ખાતા ધરાવે છે તેઓને નાહકનો ધક્કો ખાવો પડે છે.

ગુરુવારે તમામ પોસ્ટ ઓફીસ માં કનેક્ટિવિટીનો પ્રશ્ન હતો પરંતુ આજે હાલોલ, ગોધરાની પોસ્ટ ઓફીસ નિયમિત રીતે કામ કરી રહી છે. રજીસ્ટર્ડ પોસ્ટ ની ટપાલો, એમ.આઈ.એસ.,કે.વી.પી,એન.એસ.સીના ખાતા ખોલાવવાના સંપૂર્ણ પણે બંધ હોવાથી લોકોને ખૂબ હાડમારી સહન કરવાની થાય છે.

ત્યારે કાલોલ ની પોસ્ટ ઓફીસના ઈન્ટરનેટ નું ગ્રહણ દુર કરી રાબેતા મુજબ સેવા ચાલુ થાય તેવી લોકમાંગ ઉભી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન