કાળીયાબીડ-સીદસર વોર્ડ નંબર ૧૦ની સોસાયટીમા દુષિત પાણીથી રોગચાળો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • કાળીયાબીડ-સીદસર વોર્ડ નંબર ૧૦ની સોસાયટીમા દુષિત પાણીથી રોગચાળો

કાળીયાબીડ-સીદસર વોર્ડ નંબર ૧૦ની સોસાયટીમા દુષિત પાણીથી રોગચાળો

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાવનગર શહેરના કાળીયાબીડ સીદસર વોર્ડ નંબર ૧૦ની કેટલીક સોસાયટીઓમા પીવાના પાણી સાથે ગટરનુ પાણી ભળી જતા રોગચાળો ફાટી નિકળ્યો છે. રહિશોના સંડાસ, બાથરૃમ બ્લોક થઈ ગયા છે. આ અંગે મનપામા રજુઆતો કરવા છતા પ્રશ્ન હલ નહિ થતા રહિશો દ્વારા આંદોલન છેડવાની ચિમકી અપાઈ છે.

કાળીયાબીડ સીદસર વોર્ડ નંબર ૧૦ માં હિલપાર્ક ૧, સ્વાતિક પાર્ક ૨ માં આવેલ સોસાયટી છેલ્લા એક મહિનાથી ગટરનો પ્રોબ્લેમ હોવાથી પીવાનું પાણી ગટરમાં ભળી ગયું છે. સોસાયટી માં ઘેર ઘેર માંદગી છે. ૧૦૮ કે ઇમરજન્સી લેવા વાહન લઈ જવાતા નથી. ગટરને કારણે મચ્છર થાય છે. સાસાયટીમાં ઠેર ઠેર ગટર ઉભરાય છે અને રહીશોના બાથરૃમ અને સંડાશ બ્લોક થઈ ગયા છે. ત્યારે હિલ્પાર્કના પ્રમુખ લખધીરસિંહ જાડેજા દ્વારા મહાનગર પાલિકાના ડ્રેનેજના અધિકારીને વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતુ નથી અને ઘોર નિંદ્રામા છે. જો બે દિવસમા મહાનગર પાલિકાના ડ્રેનેજ અધિકારી સોસાયટીના પ્રશ્ન હલ નહિ કરે તો સોસાયટીના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને આગામી સમયમા તંત્ર દયાન નહિ આપે તો આમરણ ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી અપાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;