કાશ્મીરમાં આતંકી અથડામણ : પાંચ જવાન શહીદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાશ્મીરમાં આતંકી અથડામણ : પાંચ જવાન શહીદ

કાશ્મીરમાં આતંકી અથડામણ : પાંચ જવાન શહીદ

 | 5:41 am IST
  • Share

  • સર્ચ કામગીરી વખતે આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા જવાનો ટ્રેપમાં ફસાયા : આતંકનો ભોગ બન્યો
  • અનંતનાગ અને બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર દરમિયાન એક-એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા
  • આ વર્ષે આતંકી હુમલામાં 30 જવાન શહીદ થયાં, ગત વર્ષે 46 જવાન શહીદ થયા હતા અને 33 લોકોની હત્યા થઇ હતી

 

આતંકીઓ શોપિયાં જવાની તૈયારીમાં હતા

કાશ્મીરના પુંછ જિલ્લામાં ડેરા કી ગલી વિસ્તારમાં આતંકીઓ સાથેની મૂઠભેડમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર  તેમજ 4 જવાન શહીદ થઈ ગયા હતા. સોમવારે વહેલી સવારે ગુપ્ત બાતમીને આધારે સુરક્ષા જવાનો સર્ચ કામગીરી કરી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનોએ શહીદી વહોરી હતી. અહીં 4થી 5 આતંકીઓને જવાનો દ્વારા ઘેરવામાં આવ્યા છે. આર્મીના જવાનોને ટ્રેપ કરીને તેમની સાથે મૂઠભેડ કરવાની આ ઘટનાએ સુરક્ષા બેડા સહિત સરકારની ચિંતા વધારી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટ. કર્નલ દેવેન્દર આનંદના જણાવ્યા મુજબ આતંકીઓ સાથેની મૂઠભેડ મોડે સુધી ચાલુ રહી હતી. પુંછ જિલ્લાના સુરનકોટ તેમજ પીર પંજાલ વિસ્તારમાં આ ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ફાયરિંગની ઘટનામાં ત્નર્ઝ્રં તેમજ 4 જવાનોને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પણ તેમને બચાવી શકાયા ન હતા.

અનંતનાગ અને બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર :એક જવાનને ઈજા

કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક આતંકીની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ડાર તરીકે થઈ હતી. તે લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો હતો. ડાર દ્વારા તાજેતરમાં બાંદીપોરાના શાહગુંડમાં નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. અનંતનાગમાં એન્કાઉન્ટરની બીજી એક ઘટનામાં એક આતંકીને ઠાર કરાયો હતો. અહીં બે આતંકી છુપાયા હોવાની બાતમી મળી છે.

કોઇ આપણી ગોળીથી મરે તો ચાલે પણ આતંકીની ગોળીથી મરે તો ખોટું :મહેબૂબા મુફ્તી

પાંચ જવાન શહીદ થવાની ઘટનામાં કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબાએ વાણીવિલાસ કર્યો હતો. એમણે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આ કેવી સિસ્ટમ છે કોઇ આપણા દેશની ગોળીઓથી મરે તો ચાલે પણ અહીં કોઇ આતંકીની ગોળીથી મરે તો ખોટુ ?

2020માં 46 જવાન શહીદ થયાં હતાં

આ વર્ષે આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 30 જવાનો શહીદ થયાં છે. 2020માં 46 જવાન શહીદ થયાં હતાં અને 33 નાગરિકોની હત્યા કરાઈ હતી. 2019માં 78 જવાન શહીદ થયાં હતાં અને 36 નાગરિકોની હત્યા કરાઈ હતી.

છેલ્લા 10 દિવસમાં 7 નાગરિકો અને 5 જવાન શહીદ

કાશ્મીરમાં છેલ્લા 10 દિવસમાં આતંકીઓ દ્વારા 7 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 5 જવાન શહીદ થયા હતા. શ્રીનગરની સ્કૂલમાં ઘૂસીને આતંકીઓએ પ્રિન્સિપાલ તેમજ શિક્ષકની હત્યા કરી હતી. તેના બે દિવસ પહેલાં શ્રીનગરમાં ફાર્માસિસ્ટ અને કાશ્મીરી પંડિત માખનલાલ બિંદરૂની હત્યા કરાઈ હતી.

આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા

સૂત્રોના જણાવ્યા મુજબ જેમને ઘેરવામાં આવ્યા છે તે 4થી 5 આતંકીઓ પુંછના ડેરા કી ગલી સેક્ટરથી પીર કી ગલી પાર કરીને શોપિયાં જવાની ફિરાકમાં હતા. તેઓ ત્યાંથી શ્રીનગર અને અન્ય જિલ્લામાં મોટા હુમલાની ફિરાકમાં હતા.

પુંછના મુઘલ રોડ નજીક ચામ્રર્રનાં જંગલમાં 3થી 4 આતંકીઓને ઘેરવામાં આવ્યા

પ્રાપ્ત માહિતી મુજબ પુંછના મુઘલ રોડ નજીક ચામ્રર્રનાં જંગલમાં આતંકીઓ સાથે બીજી મૂઠભેડ ચાલી રહી છે જ્યાં સુરક્ષા જવાનો દ્વારા 3થી 4 આતંકીઓને ઘેરવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચે સામસામું ફાયરિંગ ચાલી રહ્યું છે. અહીં જવાનો અને પોલીસની વધુ કુમક મોકલવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો