કાશ્મીર મુદ્દે શરીફ-સઈદનું કચ કચ,,, ભારતે કહ્યું ચલ ચલ - Sandesh
  • Home
  • World
  • કાશ્મીર મુદ્દે શરીફ-સઈદનું કચ કચ,,, ભારતે કહ્યું ચલ ચલ

કાશ્મીર મુદ્દે શરીફ-સઈદનું કચ કચ,,, ભારતે કહ્યું ચલ ચલ

 | 2:42 pm IST

કાશ્મીર સંદર્ભમાં બુધવારે પાકિસ્તાનમાં મનાવવામાં આવી રહેલા કાળા દિવસે (બ્લેક ડે)નિમિત્તે  નવાઝ શરીફે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી છે. જોકે ભારતે આ ધમકીને ઠેબે દીધી છે અને પાકિસ્તાનને તેની જ સમસ્યાઓ પર ધ્યાન આપવાની ભારતે શીખ આપી છે.

પાકિસ્તાન વડાપ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે કે અમે ક્યારેય કાશ્મીર નહીં છોડીએ. અમારો દેશ હંમેશાં માટે કાશ્મીર માટે લડાઈ લડતો રહશે. નવાઝે ધમકી આપતાં કહ્યું હતું કે  કાશ્મીરમાં ચાલતાં સંઘર્ષને પગલે ભારતને હાર માનવી જ પડશે. કાશ્મીર સાથે અમારો લોહીનો સંબંધ છે. કાશ્મીર ક્યારેય ભારતનો આંતરિક મામલો હોઈ શકે નહીં.

કાશ્મીરની હાલની પરિસ્થિતિને લઈને પાકિસ્તાન ગઈકાલે બ્લેક ડે મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં તોફાનો કરવાનું ષંડયંત્રમાં પાકિસ્તાન અને વડાપ્રધાન નવાઝ શરીફની ભૂમિકા જગજાહેર થઈ ચૂકી છે.

હાફિઝ સઈદ વર્ષ 2008નો મુંબઈ હુમલાનો માસ્ટરમાઈંડ છે. જેને મંગળવારે લાહોરથી ઈસ્લામાબાદ સુધી કશ્મીર કારવાનું નેતૃત્વ કર્યું છે અને કાશ્મીરીઓને આઝાદીમળે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીર સુધી રેલી કરવાનો સંકલ્પ કર્યા છે. આ રેલી ગઈકાલે બપોરથી લાહોરના માલ રોડથી ઈસ્લામાબાદ માટે રવાના થઈ છે.

સઈદે કહ્યું હતું કે  પ્રથમ તબક્કામાં કાશ્મીર કારવાં કાશ્મીરીઓના અધિકાર માટે અવાજ બુલંદ કરવા મુદ્દે  રાષ્ટ્રીય  ધારાસભા અને સેનેટના સભ્યોને જગાડવા ઈસ્લામાબાદ પહોંચશે.

બીજા તબક્કામાં આ રેલી પાકિસ્તાનના કબજા હેઠળના  કાશ્મીરમાં મુઝફ્ફરાબાદ અને ચકોથી માટે રવાના થશે. અંતિમ તબક્કામાં કારવા પાકિસ્તનના કબજા હેઠળના કાશ્મીરમાં સભાનું આયોજન કરશે. . જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનના 40 જેટલા રાજકીય પક્ષો ફાળે ઉઘરાવવાનું બિડું ઝડપ્યું છે.