કાશ મુખ્યમંત્રી ચેકિંગમાં આવતાં રહે સિવિલ હોસ્પિટલ બની ચોખ્ખી ચણાક - Sandesh
  • Home
  • Rajkot
  • કાશ મુખ્યમંત્રી ચેકિંગમાં આવતાં રહે સિવિલ હોસ્પિટલ બની ચોખ્ખી ચણાક

કાશ મુખ્યમંત્રી ચેકિંગમાં આવતાં રહે સિવિલ હોસ્પિટલ બની ચોખ્ખી ચણાક

 | 1:15 am IST

  • જાણે કોઈ ફાઈવ સ્ટાર હોસ્પિટલમાં ચડી આવ્યા હોય તેવી સુવિધા

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા દલિત પીડિતોના ખબર અંતર પુછવા મુખ્યમંત્રી આવવાના પગલે ખરાઅર્થમાં સિવિલ હોસ્પિટલ તંત્ર કામ કરતું કે દોડતું થયું હતું. જ્યાં ગંદકીના ગંજ કે ઉભું રહેવું પણ ન ગમે તેવા સ્થળો પણ ચોખ્ખા ચણાંક બની ગઈ હતી. શોધ્યો નહીં મળતો સ્ટાફ પણ ખડેપગે દેખાતો હતો. જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ કે જાણે કોઈ મોટી ખાનગી હોસ્પિટલમાં આવી પહોંચ્યા જેવા દ્રશ્યો જોઈને દર્દીઓ તો ખરા તેમના સગા,સ્નેહી પણ એવું બોલતાં નજરે પડયા કે કાશ મુખ્યમંત્રી આવી રીતે સમયાંતરે ચેકીંગમાં આવતાં રહે તો તંત્ર સુધરી જાય.
સિવિલ હોસ્પિટલના પ્રાંગણના રસ્તાઓ સાફ સુથરા હતા. ફરતે દવા છંટકાવ કરાયેલો હતો. ઈમરજન્સી વોર્ડથી લઈ જે વોર્ડમાં દલિત યુવાનો સારવારમાં હતા તે બિલ્ડીંગ, ફ્લોર એકદમ ચોખ્ખા ચમકતાં. વોર્ડમાં બેડશીટ નવી નક્કર, બેડ પણ બદલાઈ ગયેલા હતા. દર્દીઓને ઓઢવા ચાદર પણ નસીબ નથી થતી આજે નવી ચાદરો, રજાઈ બીછાવાયેલી હતી. દર્દીઓને પણ જાણે સિવાઈને પહેલી વખત જ પહેરવા આપ્યા હોય તેવા સફેદ કલરના હોસ્પિટલ ડ્રેસ પહેરાવાયા હતા. દર્દી કે તેના પરિવારજનો બરાડા પાડીને થાકી જાય તો પણ નહીં દેખાતો ર્નિંસગ કે તબીબ સ્ટાફ હા કહો તો હાજરની માફક ખડે પગે. અરે જે વોર્ડમાં મુખ્યમંત્રી ગયા તે વોર્ડમાં તો દરેક બેડ પર દર્દીઓ પાસે ર્નિસગ સ્ટાફ હતો. તબીબો અને ર્નિસગ સ્ટાફ કાયમીપણે આવી રીતે ફરજ બજાવે અને સિવિલમાં જો આવી જ રીતે સાફ સફાઈ રાખવામાં આવે તો દર્દીઓ ફુલગુલાબી બનીને વ્હેલીતકે દોડતાં થઈ જાય.

  • શીશી નીકળીને સૌ ચમકયા

મુખ્યમંત્રી વોર્ડમાં પીડિતોની ખબર અંતર પુછી રહ્યા હતા એ સમયે સારવારમાં રહેલાં જેતપુરનÝ ઈજાગ્રસ્ત એક દલિત યુવક પાસે મુખ્યમંત્રી પહોંચતા તેણે શાહીના કલર વાળી એક નાની શીશી કાઢતાં હાજર સૌ કોઈ તેમજ સુરક્ષા સ્ટાફ પણ થોડીક્ષણો ચમકી ગયો હતો. જો કે યુવકે પોતે આ શીશી લઈને જતો હતોને પોલીસે માર મારતાં ઘવાયાની વાત કરતાં સૌના શ્વાસ પણ હળવા થયા હતા.