કુતરાઓની પનોતી બરકરાર, વધુ એક કુતરાઓને જીવતા સળગાવતો વિડિયો વાઈરલ - Sandesh
  • Home
  • India
  • કુતરાઓની પનોતી બરકરાર, વધુ એક કુતરાઓને જીવતા સળગાવતો વિડિયો વાઈરલ

કુતરાઓની પનોતી બરકરાર, વધુ એક કુતરાઓને જીવતા સળગાવતો વિડિયો વાઈરલ

 | 8:34 pm IST

ખબર નહીં હમણા માણસો કુતરાની પાછળ કેમ પડી ગયા છે. થોડા જ સમય પહેલા એક માણસ કુતરાને ઉપરથી ફેકતો હોય તેવો વિડિયો વાઈરલ થયો હતો, તેમજ એક માણસે કુતરાને ઢોર માર માર્યો હતો તેનો પણ વિડિયો વાઈરલ થયો હતો. તેવામાં કુતરાઓ પર ત્રાસ ગુજારતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં લોકો  તો સાવ હદ વટાવી ગયા છે. સમગ્ર ઘટના એમ છે કે યુવકોએ કુતરાના ત્રણ બચ્ચાને જીવતા જ આગના હવાલે કરી દીધા હતાં. જાણકારી અનુસાર આ ઘટના હૈદરાબાદના મુશીરાબાદ સ્થિત એક મિનાર મસ્જીદની પાસે 16 જુનના દિવસે થઈ હતી.

તેઓનું આ દુષ્કર્મ ત્યારે સામે આવ્યું જ્યારે તેઓએ આ વિડિયોને બુધવારના રોજ ફેસબુક પર પોસ્ટ કર્યો. આ વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તેવામાં કેટલાક પ્રાણી પ્રેમીઓએ આ લોકો વિરુદ્ધ પોલિસ સ્ટેશનમાં કેસ કર્યો છે. પોલીસે આ લોકોની શોધખોળ કરવાનું શરૂ કરી દીધુ છે. ત્રણ મિનિટના આ વિડિયોમાં મિત્રો સળગતી લાકડીઓ પર આ કુતરાઓના બચ્ચાઓને ફેંકતા નજરે આવી રહ્યાં છે.

આગમાં સળગતા બચ્ચાઓ જોર-જોરથી અવાજ કરી રહ્યાં છે તો પણ તેઓને દયા આવતી નથી. પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ 5 લોકોને હિરાસતમાં લેવામાં આવ્યાં છે. વિડિયોમાં આરોપીરૂપે રહેલા તમામ બાળકો નજર આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન