કુતિયાણાની ભાદર નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કુતિયાણાની ભાદર નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત

કુતિયાણાની ભાદર નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત

 | 5:07 am IST
  • Share

  • બબ્બે યુવાનોના મોતથી કુતિયાણા મુસ્લિમ સમાજમાં અરેરાટી
  • વીસ કલાકની શોધખોળ બાદ બન્નેના મૃતદેહ હાથ લાગ્યા

। પોરબંદર । કુતિયાણાની ભાદર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત થતા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.બન્ને યુવાનોની શોધખોળ કર્યા બાદ વીસ કલાકે મૃતદેહ મળી આવ્યા હતા
કુતિયાણાના ખારીજાર વિસ્તારમાં રહેતા અને કસ્ટમ ચોકમાં બટેટાની દુકાન ધરાવતા અખ્તર રસીદ સેતા (ઉ.વ.૨૨)તથા ટાવર ચોકમાં કટલેરીની દુકાન ધરાવતા તેના કૌટુંબિક ભાઈ મહેસર અમદુ સેતા (ઉ.વ.૨૦)તેના અન્ય મિત્ર સાથે કાલે બપોરે ચારેક વાગ્યે ભાદર નદીમાં ન્હાવા પડયા હતા ઉપરવાસના પાણીના કારણે નદીમાં ભરપુર પાણી હોવાથી ત્રણેય મિત્રો પાણીમાં તણાયા હતા જેમાં સાથે રહેલ મિત્રનો બચાવ થયો હતો જયારે મહેસર તથા અખ્તર પાણીમાં ડૂબી ગયા હતા જે અંગેની જાણ થતા બન્નેના પરિવારજનો ઉપરાંત મોટીસંખ્યામાં ગ્રામજનો પણ ભાદર કાંઠે દોડી ગયા હતા ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તથા ધારાસભ્ય કાંધલ જાડેજા પણ તુરંત દોડી ગયા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને હોડી તથા તરવૈયાઓની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું તથા કાંધલ જાડેજાએ પણ હોડી અને તરવૈયાઓની વ્યવસ્થા કરી હતી પરંતુ બન્ને યુવાનોની ભાળ મળી ન હતી આથી પોરબંદર ફયર બ્રિગેડ ઉપરાંત ગોસાબારાના તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી તેમ છતાં રાતભર બન્નેનો કોઈ પતો મળ્યો ન હતો ત્યાર બાદ આજે એક યુવાનનો મૃતદેહ બપોરે ૧૧ વાગ્યે અને બીજા યુવાનનો મૃતદેહ બપોરે બે વાગ્યે મળી આવ્યો હતો બનાવ ના પગલે મુસ્લિમ સમાજ માં અરેરાટી વ્યાપી ગઈ છે આજે સાંજે બન્ને યુવાનોના જનાજામાં મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો