કુમળીવયે વિધવા બનેલા શશીબા બન્યાં પ્રિન્સિપાલ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • કુમળીવયે વિધવા બનેલા શશીબા બન્યાં પ્રિન્સિપાલ

કુમળીવયે વિધવા બનેલા શશીબા બન્યાં પ્રિન્સિપાલ

 | 1:57 am IST

નિયતી મોદી

વુમન્સ ડે એટલે કે સ્ત્રીઓનો દિવસ..પહેલાં કરતાં આજના સમયમાં સ્ત્રીઓમાં અનેક ગણો બદલાવ આપણે જોઇ શકીએ છીએ. જોકે પહેલાંના સમયમાં સ્ત્રીઓનું જીવન માત્ર ઘરની ચાર દીવાલોમાં જ પસાર થતું હતું તેવું આપણે દરેકના મોઢેથી સાંભળ્યું હશે, પણ આ વાતને ખોટા સાબિત કરતાં ઘણા ઉદાહરણો આપણી આસપાસ જોવા મળે છે. પહેલાના જમાનામાં પણ રાણી લક્ષ્મીબાઈ અને જીજાબાઈ હતા. પહેલાના જમાનામાં પણ મહિલા સ્વતંત્ર સેનાની અને મહિલા ક્રાંતિકારી હતા. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હતી કે જેણે પોતાની જિંદગી કોઈ જંગનાં સંઘર્ષ કરતાં ઓછી ના જીવી હોય તેમ છતાં ક્યારેય કોઈનું ધ્યાન આવી સામાન્ય મહિલાનાં સંઘર્ષો પર ન પડયુ હોય. આજે આપણે એવા જ સંઘર્ષની ગાથા જોઈશું. આ વાત છે શશીબાની.

વાત જાણે એમ છે કે, શશીબા (અહીં નામ બદલેલું છે) તેમના ૯૦ વર્ષનાં જીવનકાળ દરમિયાન ખૂબ જ સ્ટ્રગલ કરીને પોતાની લાઇફ્ જીવ્યા. અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ શશીબા પોતે ખૂબ જ ખુશ રહેતા અને ઘરના લોકોને પણ ખુશ રહેવાનું કહેતા હતા. શશીબાના જીવનકાળની વાત કરીએ તો તેમના લગ્ન ખૂબ નાની ઉંમરમાં થયા અને માંડ તેઓ તેમના જીવનસાથી સાથે ૩-૪ વર્ષ રહ્યા અને તેમના પતિ કમાવા માટે આફ્રિકા ગયા હતા. ત્યાંથી પરત આવતા જ તેમનું જહાજ ડૂબી જવાથી મૃત્યુ થયું.  કુદરતની કરામત એવી કે, જ્યારે શશીબા વિધવા થયા ત્યારે તે પ્રેગ્નન્ટ હતાં. પતિનાં સાથ છૂટવાનું પહાડ જેવું દુઃખ તો ભૂલાય નહીં પણ આવનાર જિવનને ઉછેરવા માટેની મહેનત શરૂ કરી. તે સમયે પતિ વગરનાં ઘરમાં સાસરિયાનાં ત્રાસ સામે બચાવનાર પણ કોઈ નહોતું. તેવામાં એક જ આશ હતી કે આવનાર બાળકનો સાથ મળશે એટલે પરિસ્થિતિ બદલાઈ જશે. પરિસ્થિતિ તો બદલાઈ જ ગઈ પણ એ રીતે નહીં  જે રીતે વિચાર્યું હતું. જોત જોતામાંનવ મહિના વિતી ગયા અને તેમણે દીકરીને જન્મ આપ્યો. દીકરી આવ્યાના સમાચાર મળ્યા, પરંતુ પહેલાંના સમયમાં દીકરી આવે એટલે સ્ત્રીઓને અનેક ગણી સમસ્યાઓનું સમાધાન કરવું પડતું હતું. વાત આટલેથી ન અટકતાં શશીબાના સાસરિયાંઓએ  દીકરી જન્મીના સમાચાર સાંભળતાં જ તેમને તેમના પિયર જવાનું કહી દીધું, પરંતુ આ સ્ત્રીનું મનોબળ એટલું મજબૂત કે,માતા પિતા વગરનાં ઘરમાં ભાઈ ભાભીઓ સાથે તેમના આશ્રિત થઈનક્યાં સુધી રહી શકાશે! દીકરીને જન્મ આપ્યા પછી ઓશિયાળું જીવન ન જીવવું પડે તે માટે તેમને સમાજની ઉપરવટ થઇને રાજકોટની એક સ્કૂલમાં ભણવા માટે એડમિશન લીધું અને તેઓ સારા એવા માર્કે પાસ થયાં.

આમ, દરેક માતા પોતાની દીકરી માટે કંઇપણ કરવા તૈયાર હોય છે ત્યારે શશીબા પોતાની દીકરીને કોઇની પર ડિપેન્ડેડ ન રહેવું પડે તે માટે તેઓ હોસ્ટેલમાં રહેતાં હતાં. હોસ્ટેલમાં એવો નિયમ હતો કે, જો તમે રોટલી પર ઘી ન લગાવો તો તમને એક રૂપિયો મળે. જોકે એક રૂપિયાની કિંમત એ સમયે શું હતી તે બધું જ આપણે સારી રીતે જાણીએ છીએ. આમ શશીબા ઘી વગરની રોટલી ખાઇને એમની દીકરી માટે એક રૂપિયો બચાવતા હતા. ભણેલંુ ગમે ત્યારે કામમાં આવે એ વાત શશીબા પરથી સારી રીતે સમજી શકાય છે. આમ, શશીબાએ રાજકોટની સ્કૂલમાં ભણતર પૂરું કયુંર્ અને તેમને વાંકાનેરની એક સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી મળી, અને આ જ સ્કૂલમાં તેઓ શિક્ષકમાંથી વાઇસ પ્રિન્સિપાલ બન્યાં. શશીબાનું વાઇસ પ્રિન્સિપાલ તરીકેનું સારું પરફેમન્સ જોઇને તેમને સ્કૂલના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યાં.

આ દરમિમયાન શશીબાને તે સમયના સંકુચિત વિચારોવાળા લોકોના મેણાંટોણાં સાંભળવા પડતા, આર્થિક ભીસ. સમાજમાં એકલી સ્ત્રી તરીકે એક દીકરીને સિંગલ મધર તરીકેની ફરજ, સમાજમાં વધુમાં વધુ સ્ત્રી શિક્ષણને મહત્ત્વ અપાય તે માટેના પ્રયાસો અને આ બધા વચ્ચે એકલા હાથે અને મક્કમ મને ઝૂઝતા શશીબા આપણને પણ પોતાની મદદ જાતે જ કરીને આગળ આવવાનું શીખવે છે. ૨૦ વર્ષે વિધવા થયેલા શશીબાએ ૯૦ વર્ષ સુધીની સંઘર્ષગાથા આપણને કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવું, પોતાના માટે જીવવાનું શીખવે છે. તેવા શશીબાને આજની તમામ નારીના પ્રણામ.

આમ, શશીબા પરથી આપણે વુમન્સ ડે પર એક સરસ મજાનો બોધ એ લઇ શકીએ કે, લાઇફ્માં ગમે તેટલંુ દુઃખ આવે પણ જિંદગીથી ક્યારેય હારી ન જવું જોઇએ અને કોઇપણ પરિસ્થિતિનો સામનો કરતાં હંમેશાં શીખવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન