કેજરીવાલનો કેન્દ્ર સરકાર આડકતરો પ્રહાર, પૂછ્યું- 'શું હું મારી પસંદનું ભોજન કરી શકું?' - Sandesh
  • Home
  • India
  • કેજરીવાલનો કેન્દ્ર સરકાર આડકતરો પ્રહાર, પૂછ્યું- ‘શું હું મારી પસંદનું ભોજન કરી શકું?’

કેજરીવાલનો કેન્દ્ર સરકાર આડકતરો પ્રહાર, પૂછ્યું- ‘શું હું મારી પસંદનું ભોજન કરી શકું?’

 | 4:11 pm IST

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પોતાની ઘોર તાનાશાહી પ્રવૃત્તિના કારણે બધુ જ નિયંત્રિત કરવા ઈચ્છે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભોજન પણ પોતાની મરજીથી કરી શકે કે નહી?. કેજરીવાલે આ ટિપ્પણી એક ખબરની ક્લિપને ટ્વિટ કરીને કરી હતી. આ ખબરમાં જણાવવામાં આવ્યું હતું કે કેજરીવાલ દિલ્હી સરકારના કોઈ અધિકારીને સસ્પેન્ડ કરી શકે નહીં.

આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે આજે એક ટ્વિટ કરી હતી. તેમાં લખ્યું હતું કે શું હું મારી પસંદનું ભોજન કરી શકું કે નહીં. ખુબ જ તાનાશાહી માનસિકતા છે, તેઓ બધુ જ કંટ્રોલ કરવા ઈચ્છે છે. તેમની આ ટ્વિટ પર લોકોએ મજાકીયા રીતે પ્રતિભાવ પણ આપ્યો હતો. એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે તમે તમારી પસંદનું ભોજન ઓર્ડર કરો અને LG તેને ફગાવી દેશે. આ તેમનું મનપસંદ કામ છે.

એક અન્ય યૂઝરે લખ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીને વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાંથી હટાવવાનું કામ કરી રહ્યાં છે, ઓડ-ઈવનના દેશમાં વખાણ થઈ રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે 22 વર્ષ બાદ દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને પાઈપલાઈન દ્વારા પાણી મળી રહ્યું છે. એક યૂઝરે લખ્યું છે કે ખાવું, પીવું અને મૂવીની સમીક્ષા કરવી… આ જ તો કામ તમે કરો છો. એ જ કરતા રહો, દિલ્હી સંભાળવાનું કામ તમારા બસની વાત નથી.

એક ટ્વિટર યૂઝરે કેજરીવાલ દ્વારા સ્વર્ણ મંદિરમાં વાસણો ધોવા સંદર્ભે લખ્યું કે તમને ધોવા માટે વાસણો પણ તમારી પસંદના નથી મળ્યાં. મોદી સરકારે ધોયેલા વાસણો જ થમાવી દીધા અને તમારે એ જ ધોવા પડ્યાં.