કેપ્ટનની તોફાની બેટિંગ, પ્રિયંકા અને રાહુલને ગણાવ્યા અનુભવહીન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેપ્ટનની તોફાની બેટિંગ, પ્રિયંકા અને રાહુલને ગણાવ્યા અનુભવહીન

કેપ્ટનની તોફાની બેટિંગ, પ્રિયંકા અને રાહુલને ગણાવ્યા અનુભવહીન

 | 2:00 am IST
  • Share

પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે લડાયક મિજાજમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના મોવડી મંડળ અંગે બોલતા તેઓએ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને તેમના બાળકો જેવા ગણાવ્યા હતા. અને તેઓ અનુભવહીન હોવાના કારણે તેમના સલાહકારો તેમને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.અમરિંદર સિંહે કહ્યું હતું કે ૩ અઠવાડિયા પહેલાં જ મેં સોનિયા ગાંધીને રાજીનામું આપી દેવાની વાત કરી હતી પરંતુ ત્યારે તેઓએ મને હોદ્દા પર ચાલુ રહેવા જણાવ્યું હતંુ. જો તેઓએ મને ફોન કરીને કહ્યું હોત તો પણ મેં રાજીનામું આપી દીધું હોત. નારાજગીના સૂરમાં તેઓએ કહ્યું હતું કે ગાંધી પરિવાર મને ૫૦ વર્ષોથી જાણે છે છતાં તેઓએ મારો ભરોસો ના કર્યો.

કેપ્ટને કહ્યું કે સિદ્ધુને સીએમ બનતા રોકવા માટે કોઇ પણ કુરબાની આપવા માટે તૈયાર છું. આ માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ સામે મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારીશ. જો પંજાબમાં નવજોત સિદ્ધુ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો હશે તો કોંગ્રેસ બે આંકડામાં પહોંચે તો મોટી વાત કહેવાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો