'કેમ ઢોરનું પેટ્રોલિંગ કરો છો' કહી યુવક પર હુમલો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ‘કેમ ઢોરનું પેટ્રોલિંગ કરો છો’ કહી યુવક પર હુમલો

‘કેમ ઢોરનું પેટ્રોલિંગ કરો છો’ કહી યુવક પર હુમલો

 | 12:07 am IST

(સંદેશ બ્યૂરો) પાલિતાણા, તા.ર૦

પાલિતાણા શહેરના ખાટકીવાડના યુવકને આંતરી ‘કેમ ઢોરનું પેટ્રોલિંગ કરો છો’ તેમ કહી ઠાડચ ગામના છ શખસે લાકડી, ધોકા, લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી તમામ ફરાર થઈ ગયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત યુવાને રૃરલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છ શખસ વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ પાલિતાણા શહેરના ખાટકીવાડમાં રહેતાં અલ્તાફભાઈ હબીબભાઈ પરમાર (ઉ.વ.રપ)એ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજે વહેલી સવારે ૬/૩૦ વાગ્યાના અરસામાં પોતાની બાઈક ઉપર મામાને બેસાડીને તળાજા જતાં હતા. ત્યારે શેત્રુંજી નદીના પુલ ઉપર પહોંચતાં પાછળથી આવી ‘તું કોણ છો , કેમ ઢોરનું પેટ્રોલિંગ કરો છો’ તેમ કહી ઠાડચ ગામના સોહિલ આદમભાઈ ઘાંચી, આરીફ આદમભાઈ ઘાંચી, ફારૃક તથા ત્રણ અજાણ્યા માણસ મળી છ શખસે લાકડી, ધોકા, લોખંડના પાઈપ વડે હીચકારો હુમલો કરી ફરિયાદી અલ્તાફભાઈને જીવલેણ ઈજા પહોંચાડી, હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે રૃરલ પોલીસે તમામ ફરાર આરોપી વિરૃધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ એએસઆઈ કે.વી.ગોહિલ ચલાવી રહ્યા છે.