કેવડિયા સફારી પાર્કને ઔસેનિટાઇઝ કરી વન્ય પ્રાણીઓને શેલ્ટર રૃમમાં મુકાયા - Sandesh
  • Home
  • Newspaper
  • કેવડિયા સફારી પાર્કને ઔસેનિટાઇઝ કરી વન્ય પ્રાણીઓને શેલ્ટર રૃમમાં મુકાયા
 | 3:03 am IST

 

પ્રાણીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેની કાળજી લેવાઇ

અમેરિકાના ન્યૂયોર્કમાં વાઘને કોરોના વાઇરસના લક્ષણો દેખાતા

કેવડિયાકોલોની ઃ અમેરિકાના ન્યુયોર્કમાં માં કોરોનાવાઇરસના લક્ષણો દેખાતાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક બનેલા ૩૭૫ એકર જમીનમાં બનેલા સફરી પાર્કને સેનિટાઇઝ કરી વન્ય પ્રાણીઓને શેલ્ટર રૃમમાં મુકાવ્યા છે.

અમેરિકામાં ન્યુયોર્કમાં વાઘમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાતા તાત્કાલિક કેન્દ્ર સરકારની સૂચનાથી જંગલ સફરીથી લઈને તમામ જે પ્રાણી સંગ્રહાલયમાં છે. તેની સંપૂર્ણ કાળજી વધારી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં ૩૭૫ જમીન વિસ્તારની અંદર જંગલ સફરી પાર્ક બનાવવામાં આવ્યું છે. જ્યાં દેશ વિદેશ ના પ્રાણીઓ અને પક્ષીઓ છે. હાલમાં ત્યાં પણ લોક ડાઉન ના પગલે તમામ કાળજી લેવાતી હતી. પરંતુ જે કોરોના વાયરસ પ્રાણીઓમાં દેખાયો છે ત્યાર બાદ કેન્દ્ર સરકારની સૂચના અનુસાર વધુ સતર્કતા વધુ કરી દેવામાં આવી છે. હાલમાં અહીંયા જંગલ સફારીમાં જેટલા પણ પિંજરા છે. ત્યાં સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓ વાઘ અને સિંહને ખાસ સેલ્ટર રૃમમાં રાખવામા આવ્યા છે. અને પ્રાણીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેની કાળજી લેવાઇ રહી છે. પક્ષીઓની પણ ખાંસ કાળજી લેવામાં આવે છે. વધુ માં અહી આવતા તમામ કર્મચારીઓના વાહન અને કર્મચારીઓને પણ સેનિટાઇઝ કર્યા બાદ જ પ્રવેશ અપાય છે. આમ ન્યૂયોર્કની ઘટના પગલે કેવડિયા જંગલ સફરીની કિલ્લાબંધી કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન