કેશોદની મહિલાએ વેપારી સાથે ફોટા પડાવીને પાંચ લાખ માંગ્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કેશોદની મહિલાએ વેપારી સાથે ફોટા પડાવીને પાંચ લાખ માંગ્યા

કેશોદની મહિલાએ વેપારી સાથે ફોટા પડાવીને પાંચ લાખ માંગ્યા

 | 5:28 am IST
  • Share

  • ૨૦ વર્ષ પહેલાના પ્રેમીને ઘરે બોલાવી કાવતરું રચ્યું
  • બે સાગરીતોએ વેપારીને આપી બળાત્કારની ફ્રિયાદની ધમકી

। કેશોદ । કેશોદની એક મહિલાએ ૨૦ વર્ષ પહેલાના પોતાના પ્રેમી માળિયાના એક સોની વેપારીને ઘરે બોલાવીને બાદમાં બિભત્સ શુટિંગ કરીને તેને વાયરલ કરવાની અને બળાત્કારની ખોટી ફ્રિયાદ કરવાની ધમકી આપીને પાંચ લાખ માંગ્યાની ફ્રિયાદ પોલીસ દફ્તરે નોધાઇ છે.
માળિયા હાટીનામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા પ્રદીપ મગનલાલ પાલા ઉ.૫૭ અગાઉ અમદાવાદ રહેતા હતા, અને કોરોનામાં લોકડાઉન બાદ વતન માળિયા આવ્યા હતા, અહી તેઓ લીંબડા ચોકમાં પૂજા જવેલર્સ નામે સોનીની દુકાન ધરાવે છે, તેમણે કેશોદના પલ્લવીનગર સોસાયટીમાં રહેતી જ્યોતિ, ઇતીરામ અને સિકંદર અચૂશા રફઈ સામે કેશોદ પોલીસમાં ફ્રિયાદ નોધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, ૨૦ વર્ષ પહેલા પ્રદીપભાઈ જયારે માળિયા રહેતા હતા ત્યારે તેની બાજુમાં રહેતી બીજુભાઈ લોહાણાની દીકરી જ્યોતિ તેમના ઘરે પાણી ભરવા આવતી, ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતો, તેઓ વચ્ચે માત્ર વાતચીતનો વહેવાર હતો, બાદમાં બનેના લગ્ન થઈ જતા તેઓ અલગ થઈ ગયેલ હતા. અને પ્રદીપ અમદાવાદ જતો રહેલ હતો.
હાલમાં લોકડાઉનમાં વતન પરત આવ્યા હતા, ત્યારે એક દિવસે ફ્ેસબુક પરથી પ્રદીપભાઈનો મોબાઈલ નંબર મેળવીને જ્યોતિએ ફ્રી વાતચીત કરીને પ્રેમજાળમાં ફ્સાવ્યો હતો, અને અનેકવાર કેશોદ તેના ઘરે મળવા બોલાવતી પરંતુ પ્રદીપભાઈ ક્યારેય ગયેલ ન હતા. પરંતુ ગઈકાલે જયારે પ્રદીપભાઈને કામ સબબ કેશોદ જવાનું થયેલ ત્યારે જ્યોતિને ફેન કરીને સાંજે તેની ઘરે આંટો મારવા ગયેલ હતા.
ત્યારે ઘરમાં તેઓ બેઠા હતા તે સમયે આરોપી ઇતિરામ અને સિકંદર ત્યાં આવીને ધમકી આપવા લાગ્યા તમે અહી મારા સાસુ સાથે શું કરો છે, તેમ કહીને ઢીકાપાટું માર માર્યો હતો,તે અરસામાં જ્યોતિએ કપડા કાઢીને પ્રદીપભાઈ સાથે મોબાઈલમાં શુટિંગ ઉતારીને બાદમાં બળાત્કારની ખોટી ફ્રિયાદ કરવાની ધમકી આપી પાંચ લાખ માંગ્યા હતા. પરંતુ પૈસા ન હોવાથી અંતે પોલીસ સ્ટેશન જવાનું કહીને ચારેય પોલીસ સ્ટેશન તરફ્ જતા હતા ત્યારે રસ્તામાં પ્રદીપભાઈએ તેમના સગાને ફેન કરીને બોલાવતા આ જ્યોતિ અને તેના બે સાગરીતો નાસી ગયેલા અને બાદમાં ફેનમાં શુટિંગ વાયરલ કરવાની ધમકી આપીને પાંચ લાખની માંગણી કરતા અંતે પ્રદીપભાઈએ કેશોદ પોલીસમાં ફ્રિયાદ નોધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો