કેશોદમાં એકસાથે કોરોનાના પ કેસ આવતા ફફડાટ ફેલાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કેશોદમાં એકસાથે કોરોનાના પ કેસ આવતા ફફડાટ ફેલાયો

કેશોદમાં એકસાથે કોરોનાના પ કેસ આવતા ફફડાટ ફેલાયો

 | 5:26 am IST
  • Share

  • સોરઠમાં કોરોના દેખાતા ભયનો માહોલ
  • રાજકોટમાં બે દિવસ પછી કોરોનાના એકપણ કેસ નહી

। રાજકોટ-કેશોદ । કેશોદ કોરોનાનુ એ.પી. સેન્ટર બન્યું હોય તેમ આજે એક સાથે પાંચ કેસ આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જયારે રાજકોટમાં સતત બે દિવસ કોરોનાના કેસ નોંધાયા બાદ આજે ૦ કેસ નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
આજે કેશોદ શહેરમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં સંક્રમણ વધ્યું છે. જયારે એક કેસ ખીરસરા ગામમાંથી મળી આવ્યો છે. તાજેતરમાં મેસવાણ ગામે બે દિવસમાં ત્રણ વિદ્યાર્થી સહિત ૧૭ લોકો કોરોનાને ઝપટે ચડયા બાદ આજે વધુ પાંચ કેસ મળી આવતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.
કેશોદ પંથકમાં પરપ્રાંતીય મજુરોની હજારોની સંખ્યામાં વધતા તેના કારણે કેસ વધ્યા હોવાનું અનુમાન વ્યકત કરવામાં આવે છે દૈનિક કેસ આવતા હોવા છતાં પણ આરોગ્ય તંત્ર કેસ જાહેર નહી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેરમાં સતત બે દિવસ ૧-૧ કોરોનાનો કેસ નોંધાયા બાદ આજે એક પણ કેસ નહી મળતા તંત્રએ હાશકારો લીધો છે જયારે શહેરમાં હજૂ પાંચ કેસ એકટીવ હાલતમાં છે જયારે ૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં એકટીવ છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો