કેસરી પુલ પરથી ભૂસકો મારી તરૃણે જિંદગી ટૂંકાવી - Sandesh
  • Home
  • Rajkot
  • કેસરી પુલ પરથી ભૂસકો મારી તરૃણે જિંદગી ટૂંકાવી

કેસરી પુલ પરથી ભૂસકો મારી તરૃણે જિંદગી ટૂંકાવી

 | 1:25 am IST

  • ગુરુ ર્પૂિણમાનાં દિવસે શાળા જવાની પિતાએ ના પાડતાં તરૃણને માઠું લાગ્યું  

રાજકોટ : શહેરનાં ભગવતીપરા-૧૧માં આવેલા દેવીપૂજક વાસમાં રહેતા આકાશ ગજુભાઈ સોલંકી નામના દેવીપૂજક તરૃણે મંગળવારે રાત્રે કેસર-એ-હિંદ પુલ પરથી ભૂસકો મારી જિંદગી ટૂંકાવી લેતા ગમગીની વ્યાપી ગઈ છે. બી ડિવિઝન પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, આકાશ ધો.૯માં ભણતો હતો. દરમિયાન તરૃણનાં પિતાએ ગુરુ ર્પૂિણમાનાં દિવસે શાળાએ જવાની ના પાડી તેની સાથે ર્ધાિમક સ્થળે આવવા દબાણ કર્યું હતુ. તેમ છતાં આકાશે પિતાની વાતને માન્યા વગર સવારે શાળાએ જવા નીકળી ગયો હતો. બપોર સુધી આકાશ શાળાએથી પરત ઘરે નહી આવતાં તેની શોધખોળ કરી હતી. પરંતુ ભાળ મળી ન હતી. આ સમયે કોઈએ આકાશની લાશ કેસરે-એ-હિંદ પુલ નીચે હોવાની જાણ થઈ હતી. તપાસ કરતાં તે લાશ આકાશની જ હોવાનું ખુલતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આકાશ ચાર ભાઈ અને બે બહેનમાં નાનો હતો.  અન્ય એક બનાવમાં રાજકોટ તાલુકાનાં જિયાણા ગામે રહેતા દેવરાજ છગનભાઈ મેઘાણી નામનો યુવાન આજી ડેમ પાસે આવેલી પીઠડ આઈ સોસાયટીમાં કામ કરતો હતો. ત્યારે વીજ કરંટ લાગતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતુ.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન