કોઈ ચિંતા કરતાં નહીં, સરકાર તમારી સાથે છે' - Sandesh
  • Home
  • Rajkot
  • કોઈ ચિંતા કરતાં નહીં, સરકાર તમારી સાથે છે’

કોઈ ચિંતા કરતાં નહીં, સરકાર તમારી સાથે છે’

 | 1:12 am IST

  • દરેકને તેઓની તકલિફો વિશે પૃચ્છા કરી તબીબોને પણ આપી સૂચના  

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત ઉનાના મોટા સમઢીયાળા ગામના અસરગ્રસ્ત દલિત યુવકો ઉપરાંત ઘટનાના આઘાતમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા અન્ય દલિત યુવનોના ખબર અંતર પુછવા આવેલા મુખ્યમંત્રીએ ઈમજન્સી વોર્ડ ઉપરાંત ચોથા મજલે પણ એડમીટ યુવાનો પાસે જઈને પરિવારના મોભીની માફક માથા પર હાથ ફેરવીને ‘સારવાર બરોબર મળે છે ને કોઈ ચિંતા કરતાં નહીં ન્યાય મળશે સરકાર તમારી સાથે જ છે’ સહિતના શબ્દોથી આશ્વાસન આપી ખબર અંતર પુછયા હતા. દરેક યુવકને શું તકલીફ છે ? ની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીના આગમનથી ખડેપગે રહેલા ડોક્ટરોને પણ દર્દી ચાલી શકે છે ? જમી શકે છે ? જમવાનું બરોબર આપો છોને ? દર્દીઓ અને તેમના પરિજનોને પણ જમવા, સારવાર અને સુવિધા વીશે પણ પૂછપરછ કરી હતી. દર્દીઓને પણ સાજા થઈ જાવ પછી મળવા આવજો સાથે શાબ્દિક સાત્વના પણ આપી હતી.

  • ‘તમે અમારા માવતર છો, અમને ન્યાય અપાવજો’  

મુખ્યમંત્રી જ્યારે ખબર અંતર પુછી રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત દર્દી વશરામ્Ý બાલુભાઈ સરવૈયાએ ‘તમે અમારા માવતર છો અમને ન્યાય અપાવજો’ની મુખ્યમંત્રી સમક્ષ કાકલુદી કરતાં આનંદીબહેને વશરામના માથે હાથ મુકી ન્યાય મળશે અને એ માટે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ છે. તમે ફરિયાદમાં પાંચ નામ્Ý આપ્યા હતા પોલીસ ૧૬ને પકડયા છે. અને વિડીયો ક્લીપના આધારે હજી વધુ આરોપીને પકડવામાં આવશે અને આરોપીઓ સામે કડક પગલાં સાથે પુરો ન્યાય મળશેની ખાતરી ઉચ્ચારી હતી.

  • ભાજપી અગ્રણીઓ રહી રહીને સીએમ સાથે ફરક્યા  

સિવિલ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત દલિતોના ખબર અંતર પુછવા આવેલા મુખ્યમંત્રીને આવકારવા આજે સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ શહેર ભાજપના હોદેદારો, અગ્રણી, મનપાના પદાધિકારીઓનો કાફલો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો. કેટલાક દલિત અગ્રણીઓએ એવો ઉકળાટ ઠાલવ્યો હતો કે ‘સ્થાનિક ભાજપી આગેવાનો તો આજ દિવસ સુધી ફરક્યા પણ ન હતા આ તો આજે મુખ્યમંત્રી આવ્યા એટલે તેમને મોઢા બતાવવા આવ્યા લાગે છે.’

  • મુખ્યમંત્રીને લેખિત રજૂઆત સાથે દલિત સમાજને અપીલ  
સમઢીયાળા ગામના સારવાર ગ્રસ્ત વશરામ સરવૈયા સહિતના અન્ય યુવકોએ લેખિત આવેદનપત્ર પણ મુખ્યમંત્રીને આપવા તૈયાર કર્યું હતું. જેમા આખી ઘટના વર્ણવી ન્યાયની માગણી કરી હતâ. આ સાથે વશરામે જે કાંઈ બન્યું એ ઘટનામાં દલિત સમાજને વિનંતી કે કોઈ ભાઈઓ આત્મહત્યાનો પ્રયાસ ન કરે કે સરકારી મિલ્કતોને નુકસાન ન પહોંચાડે તેવી અપીલ પણ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન