કોચીનથી આવેલા પતિ - પત્ની સહિત ગાંધીધામમાં કોરોનાના ત્રણ કેસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • કોચીનથી આવેલા પતિ – પત્ની સહિત ગાંધીધામમાં કોરોનાના ત્રણ કેસ

કોચીનથી આવેલા પતિ – પત્ની સહિત ગાંધીધામમાં કોરોનાના ત્રણ કેસ

 | 2:00 am IST
  • Share

કોરોના સંક્રમણમાં એક તરફ પિૃમ કચ્છમાં છૂટાછવાયા કેસ બહાર આવી રહ્યા છે તેની વચ્ચે ગાંધીધામમાં એક જ દિવસમાં ત્રણ કેસ નોંધાતા ચિંતા
પ્રસરી છે.
કેરેલાથી પરત આવેલા લોકોને કોરોનાનું સંક્રમણ લાગતાં મુસાફરીના લીધે જિલ્લામાં પણ આ વાઈરસે શાંત મનાતા પાણીમાં કાંકરો ફેંકીને વમળ ઊભા કર્યા છે. એક દંપતી સહિત ત્રણેય દર્દીની તબિયત સુધારા પર છે અને હોમ આઈસોલેશનમાં રખાયા છે.
મળતી સત્તાવાર માહિતી અનુસાર, ત્રણેક દિવસ પહેલાં વિમાનમાર્ગે કેરેલના કોચીનથી આવેલા પતિ- પત્નીએ સામાન્ય લક્ષણો દેખાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય તાવ જણાતાં ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.
બીજી તરફ અન્ય એક જણ રેલમાર્ગે કેરેલાથી ગાંધીધામ આવ્યા હતા. યોગાનુયોગ આ ત્રણેય દર્દીના રિપોર્ટ એક જ દિવસે આવતાં ત્રણેય એક જ પરિવારમાંથી હોવાની શંકા ઊભી થઈ હતી, પણ ત્રીજી વ્યક્તિ અલગ હોવાનું માહિતગારોએ કહ્યું હતું. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, એવા કોઈ જ ભારે લક્ષણો નથી કે તેમને હોસ્પિટલમાં રાખવા પડે તેથી તેમને હોમ આઈસોલેશન આપવામાં આવ્યું છે.
નવા ત્રણ દર્દી સહિત કુલ ૭ દર્દી એક્ટિવ છે, એક દર્દીને મંગળવારે રજા આપવામાં આવી હતી. કુલ સંખ્યા ૧૨,૬૨૦ સુધી પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન