કોટડાસાંગાણીના પીપલાણા પાસેથી હત્યા કરી ફેંકી દેવાયેલ લાશ મળી - Sandesh
  • Home
  • Jamnagar
  • કોટડાસાંગાણીના પીપલાણા પાસેથી હત્યા કરી ફેંકી દેવાયેલ લાશ મળી

કોટડાસાંગાણીના પીપલાણા પાસેથી હત્યા કરી ફેંકી દેવાયેલ લાશ મળી

 | 12:22 am IST

  • પરપ્રાંતીય યુવક બે દિવસથી હતો ગુમ
  • ખિસ્સામાં રહેલા દસ હજાર ગાયબ, લૂંટના ઈરાદે હત્યા કરાયાનું અનુમાન
    કોટડાસાંગાણી : કોટડાસાંગાણીના પીપલાણા ગામ નજીક ગોલ્ડ કોઈન કારખાનામા કામ કરતા યુવકની કારખાના નજીક બાવળ નીચેથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ-કોટડાસાંગાણી માર્ગ પર આવેલ પીપલાણા ગામ નજીક રોડથી સો મીટર દુર બાવળ નીચેથી ગોલ્ડ કોઈન કંપનીમા કામ કરતા અને પોતાના બનેવી સાથે રહેતો બે દિવસથી ગુમ મુળ એમ પીના ૧૮ વર્ષીય મુકેશ ચર્મકારનો હત્યા કરાયેલ અર્ધનગ્ન હાલતમા મૃતદેહ મળી આવતા કોટડાસાંગાણી પોલીસના ઈન્ચાર્જ પી એસ આઈ વાય બી રાણા હેડ કોન્સ્ટેબલ એમ વી કટેસીયા ક્રિપાલસીંહ રાણા સહીતનો સ્ટાફ્ ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી હતી પોલીસની તપાસમા મૃતકની રોડના સામેની બાજુએ હત્યા કરી રોડની બીજી તરફ્ મૃતદેહ ઢસડીને લાવીને બાવળની જાડીમા રાખી દેવાયો હતો સમગ્ર બનાવને લઈને પોલીસે આ વીસ્તારમા તપાસ કરતા મૃતક યુવાનનુ પેન્ટ લાશ મળ્યાના આશરે પાંચસો મીટરના અંતરેથી મળી આવ્યુ હતુ તેમની પાસે રહેલા પગારના દસ હજાર રૂપીયા પણ ગાયબ હોય લુંટ ઈરાદે હત્યા થઈ છે કેમ તે દિસામા તપાસ કરવા કારખાનાના સીસીટીવી તપાસી ડોગ સ્કવોડ અને એફ્ એસ એલની મદદથી આ હત્યાના બનાવ પરથી પડદો હટાવવા ચક્રો ગતીમાન કર્યા છે મર્ડરની ઘટનાથી આ પંથકમા અરેરાટી ફ્ેલાઈહતી મજુરની હત્યા કોની કરી ક્યા ઈરાદે કરી તેની ઝીણવટ ભરી તપાસ પોલીસે તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન