કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોને સહાય ફળવણીની શરૂઆત કરાઈ - Sandesh
 • Home
 • Jamnagar
 • કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોને સહાય ફળવણીની શરૂઆત કરાઈ

કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોને સહાય ફળવણીની શરૂઆત કરાઈ

 | 12:19 am IST

 • દૂષ્કાળગ્રસ્ત પેકેજ અંતર્ગત
 • સોમવાર સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે
  કોટડાસાંગાણી : કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને દુષ્કાળ ગ્રસ્ત પેકેજ અંતર્ગત સહાય આપવાની શરૂઆત કરી સોળીયા ગામના ખેડુતોને ફળવણી કરાતા ખેડુતોમા હર્ષની લાગણી ફ્ેલાઈ છે.
  તાજેતરમાંજ સરકાર દ્રારા રાજ્યના અનેક તાલુકામા ઓછા વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ હતી જેને લઈને ખેડુતોમા સરકાર તરફ્થી સહાયની માંગ ઉઠતા સરકાર દ્રારા રાજ્યના ૪૫ તાલુકાને વરસાદના આંકડા દીઠ તાલુકાના ખેડુતો માટે સહાય પેકેજ જાહેર કરેલ જેમા કોટડાસાંગાણી તાલુકાને બાર કરોડ ફળવી ખેડુતોને હેક્ટર દિઠ ૫૩૦૦ રૂપીયા જાહેર કરેલ જે રકમની ફળવણી તાલુકાના તંત્ર દ્રારા પહેલા તબ્બકામા
  સોળીયા ગામના ૨૨૬ ખેડુતોના બેંક અકાઉન્ટમા ટોટલ ૧૭૭૧૮૨૪(સત્તર લાખ એકોતેર હજાર આઠસો ચોવીસ) જમા કરાવતા સોળીયા ગામના ખેડુતોમા હર્ષની લાગણી પ્રસરી છે ટીડીઓ જે જી ગોહીલ તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ સરવૈયા અધ્યક્ષ મુનાભાઈ રાયજાદાએ જણાવેલ કે તાલુકાના બેતાલીસ ગામોના ખેડુતોને પહેલા તબ્બકામા સોમવાર સુધીમા તમામ ખેડુતોના બેંક અકાઉન્ટમારૂપીયા જમા કરાવી દેવામા આવસે.
  અત્રે ઉલ્લેખનીય છે કે કોટડાસાંગાણી તાલુકામા નહીવત વરસાદ હોવાથી સરકાર દ્રારા અછતગ્રસ્ત જાહેર કરવામા આવે તો ખેડુતોને રાહત થઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન