કોટનના ટુ લેયર માસ્ક એક વર્ષ પછી પણ કોરોનાના કણોથી બચાવે છે : અભ્યાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કોટનના ટુ લેયર માસ્ક એક વર્ષ પછી પણ કોરોનાના કણોથી બચાવે છે : અભ્યાસ

કોટનના ટુ લેયર માસ્ક એક વર્ષ પછી પણ કોરોનાના કણોથી બચાવે છે : અભ્યાસ

 | 5:35 am IST
  • Share

તાજેતરના રિસર્ચમાં એ સાબિત થયું છે કે જેને ધોઇને પહેરી શકાય એવા કોટનના ટુ લેયર માસ્ક એક વર્ષ પછી પણ કોરોનાના કણોને રોકવા માટે અસરકારક છે. એરોસોલ એન્ડ એર ક્વોલિટી રિસર્ચ જર્નલમાં પબ્લિશ રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચ કરનાર કોલોરાડો યુનિર્વિસટીના શોધકર્તા મેરિના વેંસનું કહેવું છે કે, મહામારીની શરૃઆતથી અત્યાર સુધી દરરોજ અંદાજે ૭૨૦૦ ટન મેડિકલ વેસ્ટ નીકળી રહ્યો છે. જેમાં ડિસ્પોઝેેબલ માસ્કની સંખ્યા મોટી માત્રામાં હોય છે વળી તે પર્યાવરણ માટે પણ જોખમરૃપ બની રહ્યું છે. આ જોખમને ઘટાડવા માટે માસ્કને ઘોઇને સૂકવ્યા બાદ તે કેટલી સુરક્ષા આપે છે તે અંગે રિસર્ચ કરવામાં આવ્યું હતંુ. ટેસ્ટિંગ માટે માસ્કને એક સ્ટીલની નળી પર લગાવવામાં આવ્યું ત્યારબાદ નળીમાં એક તરફથી હવા અને એરબોર્ન ર્પાિટકલ્સ છોડવામાં આવ્યા હતા. આ માસ્ક ભેજવાળા વાતાવરણ અને તાપમાનમાં વધઘટ બાદ કેટલા ર્પાિટકલ્સને રોકી શકે છે તેની પણ તપાસ કરવામાં આવી હતી.   આ પ્રયોગ બાદ એ વાત સાબિત થઇ હતી કે કોટન માસ્કને ઘણી વખત ધોવા છતાં તેની ફિલ્ટર કરવાની ક્ષમતા પર કોઇ અસર પડતી નથી. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે કોટન માસ્ક ૦.૩ માઇક્રોનવાળા સૂક્ષ્મ કણોને ૨૩ ટકા સુધી રોકી શકે છે જ્યારે ચહેરા પર બાંધવામાં આવતા કપડાથી માત્ર ૯ ટકા સુધી જ સુરક્ષા મળે છે. સર્જીકલ માસ્કમાં ૪૨ થી ૮૮ ટકા સુધી આ કણોને રોકવાની ક્ષમતા હોય છે અને તેના ઉપર કોટન માસ્કને પહેરવામાં આવે તો સુરક્ષા વધુ ૪૦ ટકા જેટલી વધી જાય છે. જ્યારે દ્બગ્દ-૯૫ અને ગ્દ-૯૫ માસ્ક ૮૩થી લઇને ૯૯ ટકા સુધી એરબોર્ન કણોને રોકી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન