કોડીનારના માલશ્રામ ગામે ચાર થી પાંચ ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા - Sandesh
  • Home
  • Jamnagar
  • કોડીનારના માલશ્રામ ગામે ચાર થી પાંચ ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા

કોડીનારના માલશ્રામ ગામે ચાર થી પાંચ ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા

 | 6:31 am IST

  • પોલીસ હજું સુધી તસ્કરોને પકડવામાં નાકામ
  • કોડીનારઃ તાજેતરમાં કાોડીનારની દક્ષિણામૂર્તિ સોસાયટીમાં બે શો રૂમ અને આઠ ઘરમાં હાથ સાફ કરી પોલીસને પડકાર ફેકયાની શાહી હજું સુકાઈ નથી ત્યારં કોડીનારના માલશ્રામ ગામે ચાર થી પાંચ ઘરોમાં તસ્કારો ત્રાટકયા હતા.
    કોડીનારના માલશ્રામ ગામે તસ્કરો ત્રણેક વાગ્યા આસપાસ ચારેક મકાનોને નિશાન બનાવી હસમુખભાઈ રણછોડભાઈ સોલંકીના મકાાનના તાળા તોડી તસ્કરો રૂ.૫ હજાર તથા એક મકાનમાંથી દીકરીના નવા કપડા ચોરી ગયા હતા તેમજ અન્ય બે જગ્યાએ શું ચોરી થઈ તે તપાસ કર્યા બાદ માલુમ પડશે.પોલીસ હજું સુધી તસ્કરોને પકડવામાં નાકામ રહી છે તેમજ એફ.આઈ.આર કરવામાં પણ પોલીસ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન