કોણ છે સદાચારી કે પુણ્યશાળી લોકો? - Sandesh
1.6M
1M
1.7M
APPS

કોણ છે સદાચારી કે પુણ્યશાળી લોકો?

 | 12:30 am IST
  • Share

ચર્તુિવદ્યાઃ ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ અર્જુન

 આર્તઃ જિજ્ઞાાસુઃ અર્થાર્થી જ્ઞાાની ચ ભરતર્ષભ

અર્થ :

હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ચાર પ્રકારના પુણ્યશાળી/સદાચારી મનુષ્યો જ મને ભજે છે; દુઃખી, જિજ્ઞાાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાાની.

આ શ્લોકમાં ભગવાને સદાચારી તેમજ પુણ્યશાળી લોકોની વાત કરીને કહ્યું છે કે સદાચારી મને ભજે છે, તે જ મારી ભક્તિ કરે છે અને તે જ તેમના શરણે આવે છે. તો કોણ છે આ સદાચારી કે પુણ્યશાળી લોકો?

દુઃખી, જિજ્ઞાાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાાની.

દુઃખની વાત કરીએ તે પહેલાં કહું તો વ્યક્તિને જ્યારે સુખ હોય ત્યારે ભગવાન યાદ આવતા નથી. તમે જો જો તમારું જીવન સરસ રીતે ચાલતું હશે, બધું તમારી ઇચ્છા મુજબ થયા કરતું હોય, તમને કશી જ તકલીફ્ આવતી ન હોય ત્યારે ભગવાન યાદ આવશે નહીં, પણ જેવા તમે બીમાર પડો, સંકટ આવે, નાણાકીય, સામાજિક કે શારીરિક તકલીફ્-ભીડ ઊભી થશે તો તમને તરત જ ભગવાન યાદ આવશે. ને તમે તમારી પૂજન અર્ચન સંબંધી બધી ક્રિયા ખૂબ જ ધીમેથી અને ભાવપૂર્વક પ્રભુને કરગરીને કરવા લાગી જશો. દુઃખી મનુષ્યો ભગવાનને ભજે છે તે તદ્દન સત્ય છે.

 કેટલીક વાર માણસ જિજ્ઞાાસાવૃત્તિથી પણ ભગવાનનું ભજન કરતો હોય છે. ભગવાન કેવા હશે? તેમણે જગતની રચના શું કામ કરી હશે? ભગવાન કેવી રીતે પ્રગટયા હશે? ભગવાનથી ઉપર પણ કોઇ બીજી શક્તિ હશે ખરી? આવા બધા પ્રશ્નો જિજ્ઞાાસુ અને બુદ્ધિશાળી લોકોને થતા હોય છે. અને તેના નિરાકરણઅર્થે પણ તે લોકો ભક્તિ, ભજન કે ધર્મગ્રંથોનું પઠન કરતા હોય છે.

 ભગવાને ધનની ઇચ્છાવાળો તેમને ભજે છે એમ કહીને ભગવાને કદાચ એ લોકોનો ઉપહાસ કર્યો હોય એમ લાગે છે. આવા સ્વાર્થી મનુષ્યોની અહીં ટીકા થતી હોય તેમ લાગે છે.

મનુષ્ય જ્ઞાાનનો ઉપયોગ કરી માત્ર તેના પોતાના માટે નહીં, પણ સમગ્ર જગતનાં દુઃખ દૂર કરવા માટે ઈશ્વરની ભક્તિ કરે તો તે જ શ્રેષ્ઠ છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન