કોન્ટ્રિબ્યૂશન ટૂ યુનિવર્સિટી અંડર સીએસઆર હેઠળ કાર્યક્રમ યોજાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોન્ટ્રિબ્યૂશન ટૂ યુનિવર્સિટી અંડર સીએસઆર હેઠળ કાર્યક્રમ યોજાયો

કોન્ટ્રિબ્યૂશન ટૂ યુનિવર્સિટી અંડર સીએસઆર હેઠળ કાર્યક્રમ યોજાયો

 | 2:30 am IST

 

સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા  રૂા. ૧૦.૬૦ લાખનું ડૉનેશન અપાયું

ડોનેશન થકી સાયન્સ ફેકલ્ટીમાં બાયો સેફ્ટી લેબનું નિર્માણ કરાશે

ા વડોદરા ા

એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બાયો સેફટી લેબનું નિર્માણ કરવા માટે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન અને એસપીસી ગ્રુપ દ્વારા રૂ. ૧૦.૬૦ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. જે માટે આજે કન્ટ્રુીબ્યુશન ટુ યુનિવર્સિટી અંડર સીએસઆર બેનર હેઠળ આજે યુનિ.માં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  

એમએસ યુનિવર્સિટી તરફથી કન્ટ્રુીબ્યુશન ટુ યુનિવર્સિટી અંડર સીએસઆર બેનર હેઠળ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીઝનું સીએસઆર ફ્ંડ યુનિવર્સિટીનાં વિકાસ માટે અને વિધાર્થીઓની સુવિધા વધારવા માટે ઉપયોગ કરી શકાય. કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે યુનિ.માં ચાલતી વિવિધ પ્રકારની એકેડમિક, રિસર્ચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરે પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.   સ્નેહલ પટેલ દ્વારા એકેડમિક અને ઇન્ડસ્ટ્રીના સબંધો ગાઢ કરવા ઉપર ફેકસ કર્યું. કેમેસ્ટ્રીના વિષયમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા અને સાયન્સ ફ્ેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગમાં બાયો સેફ્ટી લેબ બનાવવાનું આયોજન કરાયું છે. જે વાયારોલોજીકલ રીસર્ચ માટે ખૂબ ઉપયોગી બનશે. આ ઉદ્દેશને પ્રોત્સાહિત કરવા સ્નેહલ પટેલ ફઉન્ડેશન દ્વારા રૂ. ૧૦,૬૦,૦૦૦ ની માતબર રકમનો ચેક રજિસ્ટ્રાર ડૉ. કે.એમ. ચુડાસમાને સુપ્રત કર્યો હતો.   યુનિવર્સિટી તરફથી આયોજિત કાર્યક્રમ માં એસપીસી ગ્રુપ અને સ્નેહલ પટેલ ફઉન્ડેશનના ફઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સ્નેહલ પટેલ, સ્નેહલ પટેલ ફઉન્ડેશનના કો ફઉન્ડર મિલી પટેલ, ગ્રુપ એચઆર હેડ સંજય પાંડે, ગ્રુપ આરએન્ડડી હેડ ડો. મુકેશ જસાણી, ગ્રુપ ફઇનાન્સ હેડ જીમિષ ગોહેલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;