કોમર્સ ફેકલ્ટીમાં પ્રોવિઝનલ મેરિટમાં ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓનો સમાવેશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોમર્સ ફેકલ્ટીમાં પ્રોવિઝનલ મેરિટમાં ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓનો સમાવેશ

કોમર્સ ફેકલ્ટીમાં પ્રોવિઝનલ મેરિટમાં ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓનો સમાવેશ

 | 2:00 am IST
  • Share

ગુજરાત યુનિર્વિસટીની કોમર્સ ફેક્લ્ટીના કોર્સમાં પ્રવેશ માટે આજરોજ એડમિશન કમિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૪૦,૦૦૦ જેટલી સીટ સામે ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવાયા છે. હવે બે દિવસ વિદ્યાર્થીઓને વાંધા રજૂ કરવા માટે અપાશે. બાદમાં મોકરાઉન્ડ માટે કોલેજોનું ચોઈસ ફિલીંગ શરૃ કરવામાં આવશે.

બીકોમ, બીબીએ, બીસીએ, ડિઝાઈન, પાંચ વર્ષ ઈન્ટિગ્રેટેડ કોર્સમાં ૬૦,૦૦૦ જેટલું રજિસ્ટ્રેશન થયું હતું. તે પૈકી ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટમાં સમાવાયા છે. તેમાં ઈડબલ્યુએસના ૨,૫૦૪, જનરલના ૨૩,૭૨૮, એસસીના ૪,૩૯૭, ઓબીસીના ૯,૨૪૨, એસટીના ૫૮૧ વિદ્યાર્થી થાય છે. કોમર્સ ફેક્લ્ટીના ડીન અને એડમિશન કમિટીના કો-ઓર્િડનેટર ડો.જશવંત ઠક્કરે કહ્યું કે ૪૦,૦૦૦ સીટ છે. તેની સામે ૪૦,૪૫૨ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટમાં સમાવાયા છે. પરંતુ તેના કારણે આ વર્ષે એડમિશનની કોઈ તકલીફ પડશે નહીં. હવે બે દિવસ વિદ્યાર્થીઓ પ્રોવિઝનલ મેરિટમાં કોઈ વાંધા હોય તો રજૂઆત કરી શકશે. ત્યારબાદ મોકરાઉન્ડનું રિઝલ્ટ તા.૨૧ના રોજ જાહેર કરવામાં આવશે. રાઉન્ડ-૧ માટે તા.૨૧ થી ૨૨ સુધી ભરી શકાશે. પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ ૨૪મીના રોજ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન