કોરોનાની રસી મુકાવીએ એની સાથે કેન્સર પણ મટી જતું હોય તો કેવું સારું! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કોરોનાની રસી મુકાવીએ એની સાથે કેન્સર પણ મટી જતું હોય તો કેવું સારું!

કોરોનાની રસી મુકાવીએ એની સાથે કેન્સર પણ મટી જતું હોય તો કેવું સારું!

 | 3:00 am IST
  • Share

ઈ.સ. 2009માં ‘લંડન પેશન્ટ’ના ઉપનામથી ઓળખાતા એક અજ્ઞાાત બ્રિટિશ પેશન્ટને  એઇડ્સના મહારોગમાંથી સંપૂર્ણ મુક્તિ મળી હતી, તેને ઓબ્ઝર્વેશનમાં પણ રાખ્યો હતો

કોરોના રસીકરણ બાબતે ભારતે મેળવેલી સિદ્ધિની સાથે જ વેક્સિનની સંભવિત આડઅસર વિશે પણ વાતો થતી રહે છે, જોકે નિષ્ણાતો આ બાબતે સોય ઝાટકીને ના પાડે છે. કરોડો લોકોને રસી મુકાયા બાદ હજી સુધી આંગળીના વેઢે ગણાય એટલા લોકોમાં જ નકારાત્મક રિએક્શન જોવા મળ્યું છે. છતાં આવી ચર્ચાઓ ચાલે એમાં લોકોનો વાંક નથી. તબીબી જગતમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે એક રોગના ઈલાજને કારણે કોઈક બીજો રોગ વકરે! શાયરો કહેતા હોય છે કે દર્દ હદ સે ગુઝર જાયે તો ખુદ દવા બન જાતા હૈ… જ્યારે કેટલીક વાર એવું પણ જોવા મળે કે દવા હી ખુદ રોગ બન જાયે! હવે વૈજ્ઞાાનિક વાસ્તવિકતાની વાત કરીએ, તો આ બંને વાત સાચી છે! દવાની નેગેટિવ આડઅસરો હોય શકે છે. પણ બીજી તરફ્ અમુક વાર એવુંય બને કે જ્યારે કોઈ એક રોગનો ઈલાજ અજાણપણે બીજા કોઈ રોગને પણ માત આપી દે! કેન્સર અને એઇડ્સના મામલે આવું થઇ ચૂક્યું છે.

એઇડ્સનો રોગ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાઈરસ  ને કારણે ફ્ેલાય છે. એઇડ્સ સંપૂર્ણ સાજો થઇ જાય એવી કોઈ ચોક્કસ દવા કે થેરાપી શોધાયા નથી, પરંતુ એઇડ્સને કંટ્રોલમાં રાખી શકાય છે. આ માટે ડાયટ-ખોરાકની ટેવો પર ખાસ ધ્યાન આપવું પડે છે. વિટામિન એ, ઝિંક અને આયર્ન વધુ હોય એવો ખોરાક એઇડ્સના પેશન્ટ માટે ર્વિજત ગણાય. એ સિવાય જે મહત્ત્વની ટ્રીટમેન્ટ છે, એ છે ‘એન્ટિ રેટ્રોવાઈરલ થેરાપી’ – છઇફ. આ થેરાપી દ્વારા અપાતી દવાઓનો ડોઝ  વાઈરસને કાબૂમાં રાખીને એઈડ્સની બીમારીને આગળ વધતી અટકાવે છે. હવે ખાટલે મોટી ખોડ એ છે કે આશરે પોણા ચાર કરોડ જેટલા એઇડ્સ પેશન્ટ્સ દુનિયાભરમાં ફ્ેલાયેલા છે, જે પૈકીના 59% પેશન્ટ્સ જ છઇફ ટ્રીટમેન્ટ લે છે. એનો અર્થ એમ કે લગભગ અડધા પેશન્ટ્સ કોઈ ટ્રીટમેન્ટ વિના જ જીવે છે! વિકાસશીલ દેશોમાં મોટા ભાગના લોકો એઇડ્સની સારવારથી વંચિત રહી જાય છે. પરિણામે દર વર્ષે દસેક લાખ જેટલા લોકો એઇડ્સને કારણે જીવ ગુમાવે છે! પણ બહુ ઓછાને ખબર છે કે વિશ્વમાં માત્ર બે દર્દી એઇડ્સ થયા બાદ સંપૂર્ણ સાજા પણ થઇ શક્યા છે! અને એ માટે એમને થયેલી બીજી એક ગંભીર બીમારી જવાબદાર હતી!

ઈ.સ. 2009માં ‘લંડન પેશન્ટ’ના ઉપનામથી ઓળખાતા એક અજ્ઞાાત બ્રિટિશ પેશન્ટને  એઇડ્સના મહારોગમાંથી સંપૂર્ણ મુક્તિ મળી. આ પેશન્ટને એઈડ્સની દવા આપવાનું બંધ કર્યા બાદ સતત 19 મહિના સુધી ઓબ્ઝર્વ કરાયેલો. અને આ સમગ્ર સમયગાળા દરમિયાન એઈડ્સની કોઈ અસર ન દેખાતા તેને રોગમુક્ત જાહેર કરાયેલો. 2019ના માર્ચમાં ‘ર્બિલન પેશન્ટ’ તરીકે ઓળખાવાયેલા આવા જ એક દર્દીને એઇડ્સમુક્ત જાહેર કરાયો, એની સ્ટોરી પણ ડિટ્ટો પેલા લંડન પેશન્ટ જેવી જ હતી. આ બંને કિસ્સામાં ઝેરનું મારણ ઝેરવાળી કહેવત સાચી પડી.

એઇડ્સના દર્દીની રોગપ્રતિકારક શક્તિ આમેય ઓછી હોવાની. ઉપરાંત, છઇફ ટ્રીટમેન્ટને કારણે દર્દીનું મૃત્યુ તો દૂર ઠેલાઈ જાય છે, પરંતુ અનેક કિસ્સામાં આ ટ્રીટમેન્ટ લેનાર દર્દીની રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી થઇ જાય છે. એટલું જ નહીં પણ ભૂતકાળમાં થયેલાં અનુમાન મુજબ લાંબો સમય સુધી હાઈલી એક્ટિવ છઇફ ટ્રીટમેન્ટ લેનાર દર્દીઓ પૈકી 40% જેટલા દર્દીઓ કેન્સરનો ભોગ બને એવી શક્યતા હોય છે! એમાંય લ્યુકેમિયા-બ્લડ કેન્સરનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. કેટલીક વાર આવા પેશન્ટ્સના કેન્સરને સાજા કરવા માટે બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

હવે ઉપર જેની વાત કરી એ ‘લંડન પેશન્ટ’ અને ‘ર્બિલન પેશન્ટ’, બંને જણ જે-તે સમયે બ્લડ કેન્સરનો ભોગ બનેલા. અને કેન્સરની સારવાર માટે આ બંને દર્દીઓએ બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું! આ બંને કેસમાં સંજોગવશાત્ એવા દાતાઓ પાસે બોર્ન મેરો લેવાયા જેમના શ્વેતકણોમાં CCR5 નામક પ્રોટીન નિષ્ક્રિય હતું. હવે આ   વાઈરસ માટેના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે CCR5 એક્ટિવ થાય એટલે વાઈરસને કોષોમાં પ્રવેશ કરવા માટેનો માર્ગ મોકળો થઇ જતો હોય છે. કુદરતી રીતે દરેક મનુષ્યમાં CCR5 એક્ટિવ જ હોય છે, પરંતુ માત્ર 1% જેટલા લોકોમાં CCR5 ઇન-એક્ટિવ હોય છે. ઉપર જણાવ્યા એ બંને કેસમાં દાતાના સ્ટેમ સેલ્સમાં CCR5 ઇન-એક્ટિવ હતું! એટલે આવા દાતાઓ પાસેથી બોર્ન મેરો લેનાર પેલા બંને એઇડ્સ પેશન્ટ્સના  વાઈરસ કુદરતી રીતે જ નિષ્ક્રિય થઇ ગયા! બોલો, છેને કમાલની વાત!

CCR5 નિષ્ક્રિય હોવા પાછળ ખાસ પ્રકારનું જિનેટિક મ્યુટેશન (જનીનિક બદલાવ) CCR5-delta32 કારણભૂત ગણાય છે. સામાન્ય રીતે જનીનમાં આવતો બદલાવ વિકૃતિ ગણાય અને તે ક્યારેક સિકલસેલ એનીમિયા જેવા રોગો માટે કારણભૂત બને છે, પરંતુ CCR5-delta32 ને કારણે કોઈ વિકૃતિ કે રોગ થવાની શક્યતા હોતી નથી, ઊલટાનું એઇડ્સ જેવા મહારોગ સામે રક્ષણ મળે છે.

દસેક વર્ષના અંતરાલે બનેલા આ બે બનાવો બાદ સંશોધકોને આશા જાગી છે કે જિનેટિક મ્યુટેશન દ્વારા એઈડ્સનો કાયમી ઈલાજ શોધી શકાશે. જોકે દરેક દર્દીને બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું શક્ય નથી હોતું, કેમ કે એ પ્રોસેસ લાંબી અને પીડાદાયક હોય છે. આથી સંશોધકો એવું ડ્રગ વિકસાવવા કોશિશ કરી રહ્યા છે જેનાથી કોષોના શ્વેતકણોની સપાટી પર રહેલું  CCR5 નિષ્ક્રિય બની જાય, અને દર્દીના શરીરમાં રહેલા વાઈરસ પણ સદંતર નાશ પામે.

હવે મૂળ વાત એ કે કોરોનાની રસીને કારણે કોરોના સિવાયનો કોઈ મહારોગ પણ આ રીતે સારો થઇ જાય તો કેવું સારું!

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો