કોરોનામાં પતિનું મૃત્યુ થતાં પત્નીની જાણ બહાર રૂ.૩પ કરોડ ઉસેડી લીધા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કોરોનામાં પતિનું મૃત્યુ થતાં પત્નીની જાણ બહાર રૂ.૩પ કરોડ ઉસેડી લીધા

કોરોનામાં પતિનું મૃત્યુ થતાં પત્નીની જાણ બહાર રૂ.૩પ કરોડ ઉસેડી લીધા

 | 2:00 am IST
  • Share

ગાંધીધામ, મુન્દ્રામાં પેટ્રોલપંપ સહિતના વેપાર સાથ સંકળાયેલા આદિપુરનાં યુવાનનું કોરોનાના કારણે અવસાન થતાં પત્ની પતિની વારસદાર હોવા છતાં તેણીને અંધારામાં રાખી દિયર, સાસુ સહિતે બેંક વ્યવહાર તેમજ ફિક્સ ડિપોઝિટ સહિતની રૂપિયા ૩પ કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આદિપુર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, મુંબઈ મધ્યે ગોરેગાંવ પૂર્વમાં રહેતી શર્મિલા કૌશિક અગ્રવાલ (ઉ.વ.૪૦)એ આદિપુરના કૌશિક અગ્રવાલ સાથે વર્ષ ર૦૦૮માં ગૃહસંસાર માંડયો હતો. આ દરમિયાનમાં ગત તા.રપ/૪ના કોરોનાના કારણે કૌશિકનું નિધન થયું હતું. શર્મિલાના પતિ કૌશિક તેમના પરિવાર સાથે અનેક વ્યવસાયમાં જોડાયેલા હતા. જેથી શર્મિલાએ પતિના વ્યવસાયની તપાસ કરવા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગઈ હતી. જ્યાં તેમને અંબિકા ઓટોમોબાઈલ્સ નામનો આઈઓસીનો પેટ્રોલપંપ હોવાનંુ ધ્યાને આવ્યું હતંુ. તો વળી, મુન્દ્રામાં વિનાયક પેટ્રોલપંપ, શ્યામ પેટ્રોલપંપ તથા મીઠીરોહરમાં ટાયર પોઈન્ટ અને એ. કે. લોજિસ્ટિક નામનો વ્યવસાય હોવાનું ધ્યાને આવ્યું હતું.
શર્મિલાના પતિના નિધન બાદ આરોપી દિયર ચિરાગ અગ્રવાલ તેની પત્ની નીલમ અગ્રવાલ, સાસુ પુષ્પા અગ્રવાલ, અંબિકા ઓટોમોબાઈલ્સના એકાઉન્ટન્ટ હરિ શંકર શર્મા, મનોહર શર્મા, સચિન મહેશ્વરી, ગોપાલ નારંગ તથા ભાડુઆત ગજેન્દ્ર પટેલે એકબીજા સાથે મળી કૌશિક ધંધામાં ભાગીદાર હોવા છતાં અલગ અલગ વ્યવસાય, બેંકખાતા, શર્મિલા તથા તેમના પુત્ર અને પુત્રીની ફિક્સ ડિપોઝિટની રકમ મેળવવા શર્મિલાની ખોટી સહી કરી બનાવટી અરજી કરી આશરે રૂપિયા ૩પ કરોડની ઉચાપત કરી લીધી હતી. ઘટનાની જાણ થતા શર્મિલાએ ફોજદારી નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો