કોરોના કાબૂમાં આવતા દ. ભારતમાં કલરિયાપટ્ટુની તાલીમનો ફરી ધમધમાટ - Sandesh
  • Home
  • India
  • કોરોના કાબૂમાં આવતા દ. ભારતમાં કલરિયાપટ્ટુની તાલીમનો ફરી ધમધમાટ

કોરોના કાબૂમાં આવતા દ. ભારતમાં કલરિયાપટ્ટુની તાલીમનો ફરી ધમધમાટ

 | 4:29 am IST
  • Share

 દેશમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા આવતા કેસની સંખ્યા પણ ઘટી ગઈ છે ત્યારે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. તાજેતરમાં જ કેરળની જાણીતી માર્શલ આર્ટ કલરિયાપટ્ટુની તાલીમના વર્ગની તસવીરો સોશિયલ મીડિયા અને વેબ માધ્યમોમાં ફરતી થઈ હતી. કેરળમાં આ સદીઓ જૂની માર્શલ આર્ટ શીખવનારા અને પદ્મ શ્રાીથી સન્માનિત મીનાક્ષી અમ્માના પૂર્વજો દ્વારા સ્થાપિત માર્શલ આર્ટ શાળામાં બાળકોની આવનજાવન વધવા લાગી છે. ખાસ કરીને યુવતીઓ અને છોકરીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સ માટે થઈને આ આર્ટ શીખવાનો ક્રેઝ વધી રહ્યો છે. અમ્મા 78 વર્ષની ઉંમરે પણ બાળકોને તાલીમ આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો