કોરોના પોઝિટિવમાં સતત વધતો આંક ઃ ૧૦૯ શહેરીજનો પકડમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોરોના પોઝિટિવમાં સતત વધતો આંક ઃ ૧૦૯ શહેરીજનો પકડમાં

કોરોના પોઝિટિવમાં સતત વધતો આંક ઃ ૧૦૯ શહેરીજનો પકડમાં

 | 2:40 am IST

શહેરમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ શનિવારે

 

ા વડોદરા ા

કોરોના પોઝિટિવના શનિવારે વધુ ૧૦૯ દર્દીઓ શહેરમાં નોંધાયા હતા.આ સાથે શહેરમાં કુલ કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓની સંખ્યા ૫૪૭૨ ઉપર પહોંચી છે. કોરોનાના લીધે વધુ ૦૩ વ્યકિતઓના મોત નિપજયા હોવાનું તંત્ર દ્વારા દર્શાવાતા મૃત્યુ પામનારની સંખ્યા તંત્રના ચોપડે૧૦૬ ઉપર પહોંચી છે.

શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં ૯૮૯ સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાં ૧૦૯ પોઝિટિવ અને ૮૮૦ નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૧૧૭૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૯૫૫ દર્દીઓની હાલત સ્થિર છે. જયારે ૨૨૪ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૬૪ ને ઓકિસજન અને ૬૦ દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓની વધતી જતી સંખ્યા તંત્ર માટે ચીંતાનો વિષય બની રહી છે. શહેરમાં સરકારી ,ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાંથી કુલ ૬૭ વ્યકિતઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી હોસ્પિટલમાંથી ૧૨ ખાનગી હોસ્પિટલમાંથી ૨૮ અને હોમ ઓઇસોલેશનમાંથી ૨૭ વ્યકિતઓને રજા આપવામાં આવી છે. આ સાથે કુલ ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૪૧૮૭ ઉપર પહોંચી છે. કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ૩૭ વ્યકિતઓએ પ્રાઇવેટ ફેસીલીટીમાં અને ૨૨ વ્યકિતઓને સરકારી ફેસીલીટીમાં કવોરન્ટાઇન થયા હતા.

શહેરમાં કોરોનાના લીધે વધુ ૦૩ વ્યકિતઓના મોત નિપજયા હોવાનું દર્શાવાતા તંત્રના ચોપડે કુલ મૃત્યુ આંક ૧૦૬ ઉપર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;