કોરોના મહામારી સામે ભાવેણાના તબીબોનું મહાયુદ્ધ - Sandesh
  • Home
  • Bhavnagar
  • કોરોના મહામારી સામે ભાવેણાના તબીબોનું મહાયુદ્ધ

કોરોના મહામારી સામે ભાવેણાના તબીબોનું મહાયુદ્ધ

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

વર્તમાન સમયમાં માનવતાનો મોટો શત્રુ એટલે કોરોના. આ કોરોના વાઈરસના સંક્રમણના આક્રમણને અટકાવવા માટે તબીબો દિવસ-રાત ઝઝૂમી રહ્યા છે. કોરોનાને પરાસ્ત કરવા મથતા તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ આ મહાયુદ્ધમાં યૌદ્ધાઓની ભૂમિકામાં છે. કારણ કે, લાખો લોકોની એક માત્ર આશા-અપેક્ષા આ આરોગ્ય કર્મીઓ છે. એમાં પણ સૌથી વધુ જવાબદારી જેના શિર પર છે તે ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં મેડિસિન, એનેસ્થેટિક અને માઈક્રો બાયોલોજી સહિતના ડિપાર્ટમેન્ટનો સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહેલ છે.

સરકારી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને તમામ હાલ આ મહામારીને ફેલાતી રોકવા ખભેખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે. મહાનગરપાલિકાનો સ્ટાફ સર્વેની કામગીરીમાં રોકાયેલ હોવાથી શહેરના તમામ ૧૦ આરોગ્ય કેન્દ્રોની ઓ.પી.ડી. રન કરવાની જવાબદારી સર ટી. હોસ્પિટલના તબીબોના શિરે છે.

સરકારી મેડિકલ કોલેજનો માઈક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેનું ફંક્શન સામાન્ય સંજોગોમાં સવારે ૯થી ૬ અને એ પછી ‘ઓન કોલ’ એ પ્રકારનું હોય છે. છેલ્લા ઘણા દિવસથી રાઉન્ડ-ધી-ક્લોક ફરજ બજાવી રહેલ છે. કારણ કે, કોરોના છે કે નહીં એ રીપોર્ટ કરવાની વ્યવસ્થા મેડિકલ કોલેજના આ ડિપાર્ટમેન્ટના શિરે છે. અને છ-છ કલાકની ત્રણ સાઈકલમાં આ કામ થઈ રહ્યું છે.

મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મેન પાવર ઓછો છે અને કામ વધુ. છતાં કોઈપણ પ્રકારની શિકાયત કર્યા વગર આ વિભાગના તબીબો અને સ્ટાફ દર્દીઓની આરોગ્ય સંબંધી શિકાયતો સાંભળી તેનો ઈલાજ કરી રહ્યા છે. સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોનાના દર્દીઓ માટેના ખાસ આઈસોલેશન વોર્ડમાં તેઓ દ્રઢ મનોબળથી કોરોનાના દર્દીઓની સેવા-સુશ્રુસા કરી રહ્યા છે.

આ ઉપરાંત, કોરોનામાં શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા હોઈ સર ટી. હોસ્પિટલનો કાન, નાક, ગળાનો (ઈ.એન.ટી.) વિભાગ પણ સતત સેવારત છે.   આવા માહોલમાં જરૃરી તબીબી ઉપકરણો સહિતની ખૂંટતી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે અને સંકલન જાળવવા માટે લોકલ નોડલ ઓફિસર અને ચાર જિલ્લાના આર.ડી.ડી. નોડલ ઓફિસર તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;