કોરોના લોકડાઉને જોખમી પોર્ન ઉદ્યોગને જન્મ આપી દીધો છે!  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કોરોના લોકડાઉને જોખમી પોર્ન ઉદ્યોગને જન્મ આપી દીધો છે! 

કોરોના લોકડાઉને જોખમી પોર્ન ઉદ્યોગને જન્મ આપી દીધો છે! 

 | 12:30 am IST
  • Share

સામાન્ય રીતે દર વખતે જ્યારે પણ કોઈ આફત આવે અને લોકો નવરા પડે ત્યારે પોર્ન ફ્લ્મિો અથવા ઈરોટિક ફ્લ્મિો જોવા ઉમટી પડે છે, પરંતુ કોરોના પેન્ડેમિકમાં પોર્ન જોનારા લોકોની સંખ્યામાં જે જબરદસ્ત ઉછાળ આવ્યો હતો એવો ઉછાળ અગાઉ કદી નથી આવ્યો. પોર્ન જોનારા લોકોની સંખ્યામાં ગજબનાક વધારો આવવાની સાથે આ વખતે એક બીજી પણ અભૂતપૂર્વ ઘટના બની છે. આ ઘટના આપણા બધા માટે વધારે ચિંતાજનક બનવાની છે.

પોર્ન ફ્લ્મિો જોનારા લોકો ગજબનાક સંખ્યામાં વધ્યા તો એમના જોવા માટે પોર્ન ફ્લ્મિોની જરૃર પણ વધી ગઈ. એટલે પોર્ન બનાવનાર લોકોએ વધારેમાં વધારે પોર્ન વીડિયોઝ બનાવવા માંડયા. અચાનક સેંકડો પોર્ન વીડિયો બનાવવાની થઈ તો ફ્લ્મિ બનાવનારા ચોવીસ કલાક કામ કરીને પણ માગને પહોંચી વળે એમ ન રહ્યા. એટલે નવા પોર્ન ફ્લ્મિ નિર્માતા મેદાનમાં આવી ગયા. પોર્ન જોનારા સૌથી વધારે ભારતમાં હતા એટલે પોર્ન બનાવનારા પણ સૌથી વધુ ભારતમાં જ જન્મ્યા.

કોરોના લોકડાઉન અને આફ્તના ૧૮ મહિનામાં ઓટીટી પ્લેટફેર્મ ઉપર રાતોરાત કહી શકાય એટલી ઝડપે રોજના સેંકડો દેસી પોર્ન વીડિયો ઉભરાવા લાગ્યા હતા. મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિન્દ ભ્રામ્બે કહે છે, પોર્નની માગ આકાશે ચઢી અને પુરવઠો હતો નહીં. ઉપરાંત આપણા દેશમાં એની સામે કોઈ નિયંત્રક સિસ્ટમ તૈયાર નહોતી. એટલે ઓટીટી પર ઈરોટિક અને રિયલ પોર્ન બંને પ્રકારના વીડિયો થોકબંધ આવવા લાગ્યા.

ૈંહષ્ઠ૪૨ના સરવે અનુસાર પોર્ન વીડિયો જોનારા લોકો અચાનક સેંકડો ગણા વધી ગયા. ભારતના લોકો આમ પણ પોર્ન વીડિયોઝના ચાહક હોવાનું વારંવાર સાબિત થઈ ચૂક્યું હતું. લોકડાઉનમાં એનું પ્રમાણ વધી ગયું. લોકડાઉન લાગ્યાના બે-ત્રણ દિવસમાં જ પોર્ન સાઈટ્સ ઉપરાંત સિનેમા દોસ્તી, ફ્ેનીયો મૂવીઝ, ફ્લિઝ મૂવીઝ, કુકુ જેવી ઈરોટિક વીડિયો સાઈટ્સ ઉપર વિઝિટ કરનારા ગ્રાહકોની વિઝિટ વધી ગઈ. પોર્ન જોનારા લોકો ૮૦થી ૧૦૦ ટકા વધી ગયા. આ બધાં પ્લેટફેર્મ્સ સબસ્ક્રિપ્શનથી જોઈ શકાય એવા હતા. એટલે કે ફ્ી ચૂકવીને વીડિયો જોવા મળે એવા હતા. એની ફ્ી મહિનાના ૩૬ રૃપિયાથી માંડીને ૩૬૦ રૃપિયા સુધીની હતી. પરિણામે પોર્ન ફ્લ્મિ નિર્માણ કમાણીનું સાધન બની ગયું. ભારતીય સાઈટ્સના વીડિયોમાં કલાકારો ભારતીય હતા, કાર્યક્લાપ ભારતીય હતા અને ભાષા પણ ભારતીય હતી તેથી ભારતીય પ્રેક્ષકોને એ વધારે પસંદ આવવા લાગ્યું. કોરોનાનાં વર્ષો પહેલાં ભારતમાં શરૃ થયેલી પહેલી પોર્નોગ્રાફિક કોમેડી સીરિઝ સવિતાભાભીની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ હતી કે તેની ઉપર પ્રતિબંધ મૂકવો પડયો હતો. તે પછી આડાઅવળા આટાપાટા થકી આ સીરિઝ લોકો જોતા રહ્યાં છે. કોરોનાકાળમાં એની નવી સીરિઝ ચાલુ થઈ ગઈ. ઈંસવિતાભાભી કરીને ૫,૦૦૦ વીડિયોઝ અપલોડ થઈ ગયા અને એક કરોડ લોકોએ એ સીરિઝ જોઈ.

એનાથી પ્રેરાઈને અન્ય લોકોએ પણ પોર્ન અને ઈરોટિક વીડિયોઝ બનાવવાની શરૃઆત કરી દીધી. કોરોનાના કારણે કામ બંધ હોવાથી ભયાનક આર્િથક તંગીનો ભોગ બનેલા કલાકારો ઈરોટિક અને પોર્ન ફ્લ્મિોમાં કામ કરવા તૈયાર થવા લાગ્યા. ખાસ્સા પૈસા મળતા હોવાથી રોકાણકારો પણ મેદાનમાં આવી ગયા અને પોર્ન ફ્લ્મિો બનાવવાનો ઉદ્યોગ ધમધમવા લાગ્યો. લોકોની માગને પહોંચી વળવા સિનેજગતની એક નવી પાંખ કામે લાગી ગઈ. પ્રોડક્શન હાઉસીઝ, કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, કામ વગર આર્િથક ભીંસમાં મુકાયેલી અભિનેત્રીઓ અને અભિનેતા વગેરે બધાને ચોવીસ કલાક ધમધમે એવું કામ મળી ગયું. દર પાંચ-દસ મિનિટે એક વીડિયો અપલોડ થવા લાગ્યો. ધમધમતા ઉદ્યોગમાં શોષણ પણ ધમધમવા લાગ્યું. શોષણની ફ્રિયાદો પણ થવા લાગી.

અભિનેત્રીઓએ ફ્રિયાદ કરવા માંડી કે અમને મોટી ફ્લ્મિમાં મહત્ત્વનો રોલ આપવાની લાલચ આપીને ઈરોટિક ફ્લ્મિમાં કામ કરવા દબાણ કરવામાં આવે છે. આવી ફ્રિયાદોના આધારે જ રાજ કુંદ્રા સામે કેસ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

કેસમાં તપાસ કરી રહેલા એક અધિકારીના કથન અનુસાર કુંદ્રાનું પ્રોડક્શન હાઉસ ભારતમાં વીડિયોઝ બનાવતું હતું અને પછી તેને વિદેશ મોકલી આપવામાં આવતું હતું. ત્યાંથી પબ્લિશર અથવા વિતરક તેને સબસ્ક્રિપ્શનવાળી મોબાઈલ એપ્સને વેચી દેતા હતા. તપાસમાં હોટહિટ મૂવીઝ, હોટશોટ્સ જેવી એપ્સ અને નુઈફ્લિક્સ તથા

એસ્કેપનાઉ જેવી વેબસાઈટ્સ ધ્યાનમાં આવી છે. ૨૦થી ૩૦ મિનિટના આ વીડિયોનાં નામ પણ પોર્ન ફ્લ્મિ જેવાં જ રહેતાં હતાં. જેમ કે, ર્વિજનિટી ઓન ઓક્શન.

કેસ સાથે સંકળાયેલી ગહના વશિષ્ઠ નામની અભિનેત્રીએ કહ્યું કે એડલ્ટ કન્ટેન્ટ જોવામાં કશું ખોટું નથી. જો લોકો એવી દલીલ કરતા હોય કે નાનાં બાળકો તથા સગીર બાળકો આવું જુએ તો કેવું નુકસાન થાય, તો એમણે જાણી લેવું જોઈએ એ બાળકો આવું કન્ટેન્ટ ન જુએ એનું ધ્યાન રાખવાની જવાબદારી માતા-પિતાની છે, પરિવારની છે, બીજા કોઈની નથી. આ ટ્રેન્ડ ચિંતાજનક છે.

કલાકારની વાત તો સાચી જ છે કે બાળકોને આવા કન્ટેન્ટથી બચાવવાની જવાબદારી માતા-પિતા અને વાલીઓની છે, અન્ય કોઈની નથી. ૨૦૨૧માં ઈન્ટરનેટ ઉપર જોવામાં આવેલા કન્ટેન્ટમાં ૬૦ ટકા પોર્નોગ્રાફ્ી હતી. ૨૦૨૨માં એ ટકાવારી વધીને ૭૭ ટકા થવાની ધારણા છે. કોને આ કન્ટેન્ટ જોવા મળે છે અને કોણે ન જોવું એ ખરેખર પરિવારોની સમસ્યા છે. ખરી ચિંતા આ ઉદ્યોગના ઝડપી વિકાસની અને તેને કારણે જન્મેલા નવતર શોષણની છે. સમાજ અને કાયદાએ આ બાબત પર ફેકસ કરવાની તાતી જરૃર છે. લોકો એડલ્ટ ફ્લ્મિો અને પોર્ન ફ્લ્મિો બનાવે એ કાયદેસર હોવું જોઈએ કે નહીં એ સરકાર નક્કી કરશે. આપણે એ નક્કી કરવાનું છે કે જે કંઈ થાય એ ચોક્કસ નિયમો અને કાયદાને આધીન રહીને જ થાય.

નહીંતર ઘણા પરિવારોને અચાનક ખબર પડશે કે તેમની દીકરી એડલ્ટ ફ્લ્મિો કરી રહી છે. પછી દીકરી કહેશે કે તેને છેતરવામાં આવી છે અથવા પરાણે દબાણ કરીને અભિનય કરાવવામાં આવ્યો છે અથવા બધાં દૃશ્યોમાં હું નથી, મારી પાસે તો સ્વચ્છ દૃશ્યો જ કરાવવામાં આવ્યાં હતાં. પછીથી ન્યૂડ દૃશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. આમાંનું કંઈ પણ થાય એ ઈચ્છવાયોગ્ય નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન