કોરોના સંક્રમણ વધતા ખાણી-પીણીની લારી અને પાનગલ્લે તંત્રની ધબધબાટી - Sandesh
  • Home
  • Newspaper
  • કોરોના સંક્રમણ વધતા ખાણી-પીણીની લારી અને પાનગલ્લે તંત્રની ધબધબાટી

કોરોના સંક્રમણ વધતા ખાણી-પીણીની લારી અને પાનગલ્લે તંત્રની ધબધબાટી

 | 3:30 am IST

  • સવારથી જ પાલિકાની ટીમ બંધ કરાવવા નીકળી 
  • સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં પાનના ગલ્લા પણ બંધ કરી દેવામાં આવ્યા 

સુરત

ખાણી-પીણીની લારી અને પાનના ગલ્લા પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં થવાની સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા  હોવાના કારણે રાંદેર ઝોન વિસ્તારમાં આજે પાલિકાની ટીમે તમામ ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવાની સાથે પાનના ગલ્લા પણ બંધ  કરાવી દીધા છે. જોકે પાલિકાએ આ અંગેનું કોઇ પણ પ્રકારનું જાહેરનામું બહાર પાડયા વિના જ કાર્યવાહી કરતા રાંદેર ઝોન વિસ્તારમાં ખા ણી-પીણીની લારી ચલાવનારાઓમાં કચવાટ પેદા થયો છે.

રાંદેર ઝોનના અલગ અલગ વિસ્તારમાં પાલિકાએ ટીમ બનાવીને સવારથી જ ખાણી-પીણીની લારી અને પાનના ગલ્લા બંધ કરાવવાની  શરૂઆત કરી હતી. તેમાં ખાણી-પીણી કે પાનના ગલ્લા માટેનંુ જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નહીં હોવા છતાં ફરજિયાત બંધ  કરાવવાની કાર્યવાહી કરવામાં આવતા રોષ ફેલાયો હતો. તેમાં ખાણી-પીણીની લારી ચલાવનારાઓનું કહેવું હતંુ કે પાલિકા દ્વારા પહેલેથી  અમને જાણ કરી દેવામાં આવે તો અમને બંધ રાખવામાં વાંધો નથી. પરંતુ નાસ્તા સહિતનો સામાન તૈયાર કર્યા બાદ પાલિકા દ્વારા તેને બંધ  કરાવવામાં આવતા આ તમામ સામાન પડી રહેવાનો છે અથવા તો તેને ફેંકી દેવો પડશે. તેના બદલે આગોતરી જાણ કરવામાં આવી હોત તો  આજે સવારથી જાતે જ બંધ કરી દીધું હોત. આ ઉપરાંત કતારગામ અને વરાછાના બંને ઝોનમાં પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ કરવામાં  આવ્યા બાદ આજે રાંદેર ઝોન વિસ્તારમાં પણ પાનના ગલ્લા બંધ કરાવવાની કામગીરી પાલિકા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વધુ સાત દિવસ કતારગામ અને વરાછાના બંને ઝોનમાં પાનના ગલ્લા બંધ

કતારગામ અને વરાછાના બંને ઝોનમાં આગામી સાત દિવસ માટે પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ પાલિકા કમિશનરે કર્યો છે. ૬ જુલાઇ ના રોજ તે અંગેના જાહેરનામાની મુદત પૂરી થતી હોવાના કારણે પાલિકા કમિશનરે ફરીથી જાહેરનામું બહાર પાડીને આગામી સાત દિવસ  માટે પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનાર સામે એપેડેમિક એકટ પ્રમાણે કાર્યવાહી કરીને પાંચ હજાર  રૂપિયા સુધીનો દંડ કરવાનો પણ આદેશ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;