કોરોના સહાયના ફોર્મ લેવા સ્ટાફ-સમયમાં વધારો કરો - Sandesh
  • Home
  • Bhavnagar
  • કોરોના સહાયના ફોર્મ લેવા સ્ટાફ-સમયમાં વધારો કરો

કોરોના સહાયના ફોર્મ લેવા સ્ટાફ-સમયમાં વધારો કરો

 | 4:30 am IST

ા ભાવનગર ા

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના દરમ્યાન મૃત્યુ પામેલા લોકોને ગુજરાત સરકાર દ્વારા રકમ રૃા.૫૦,૦૦૦ની સહાય ચુકવવાનો નિર્ધાર કરેલ છે, તેની કાર્યવાહી ભાવનગર મહાનગર પાલિકાનાં હેલ્થ વિભાગ હસ્તકનાં જન્મ -મરણ વિભાગમાંથી કરવામાં આવે છે.

કોરોના કાળ દરમ્યાન મહદઅંશે લોકોના મરણ થયા હોવાથી સદરહું સહાય મેળવવા માટે મરણ પામેલ વ્યક્તિનાં સગા-વ્હાલાનો ખુબજ ઘસારો રહેતો હોય તે સ્વાભાવીક છે. આ સહાય મેળવવા માટે લોકો પોતાનો રોજગાર પાડી સવારનાં વહેલાથી જ લાઈનમાં ઉભા રહેતા હોય તેમ છતા વારો આવતો ન હોવાથી હાલાકી અનુભવે છે. તો આપ દ્વારા સબંધીત અધિકારી સાથે સંકલન કરી લોકોને સહેલાઈથી સત્વરે જે કોઈપણ સરકારની ગાઈડ લાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાં તંત્ર દ્વારા પારદર્શકતા લાવવા જાહેર જનતા માટે સ્ટાફમાં વધારો કરવા તથા સમયમાં વધારો કરવા અને લોકોની આ સમગ્ર પ્રોસીઝર ઝડપથી પૂર્ણ થાય તે રીતે સત્વરે ઘટીત કાર્ય વાહી કરાવવા આરોગ્ય ચેરમેન રાજુ પંડયાએ કમિ શ્નરને રજુઆત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;